આ લક્ષણ દેખાય તો ચેતી જજો! હોઈ શકે છે મોઢાના કેન્સરની શરૂઆત, નજરઅંદાજ કરવાની ન કરતાં ભૂલ

આ લક્ષણ દેખાય તો ચેતી જજો! હોઈ શકે છે મોઢાના કેન્સરની શરૂઆત, નજરઅંદાજ કરવાની ન કરતાં ભૂલ

Oral Cancers Symptoms: ભારતમાં મોઢાનું કેન્સરએ સૌથી સામાન્ય કેન્સરમાંથી એક છે. છેલ્લા 10 વર્ષમાં મોઢાના કેન્સરના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ કેન્સર હોઠ, પેઢાં, જીભ, ગાલની અંદરની પરતમાં, મોંઢાની ઉપર અને જીભની નીચે સહિત મોંઢાના કોઈપણ ભાગમાં થઈ શકે છે. આ ભયાનક બીમારીથી બચવા માટે તેના લક્ષણોને જાણવા અને   તેની શક્ય હોય તો વહેલી તપાસ કરાવવી ખૂબ જ જરુરી છે.

'સાયન્સ ડાયરેક્ટ' વેબસાઈટમાં પ્રકાશિત 2020ના એક સંશોધન મુજબ, તમાકુનું સેવન મોઢાના કેન્સરનું મુખ્ય કારણ છે. ગુટખા, તમાકુ, સિગરેટ, બીડી, હુક્કો આ બધી વસ્તુઓ તમાકુમાં સામેલ છે જે ટ્યૂમરના વિકાસનું એક મુખ્ય કારણ છે. યુવાન અને વૃદ્ધ બંને ઉંમરના લોકો તેનો શિકાર બની રહ્યા છે. મોઢાનું કેન્સર શરૂઆતમાં કેટલાક ચિહ્નો અને લક્ષણો આપે છે જેને કોઈએ નજરઅંદાજ ન કરવું જોઈએ.

સફેદ નિશાન
પેઢાં, જીભ, કાકડા અથવા મોંઢા પર લાલ કે સફેદ મોટા ડાઘ દેખાય તો તે ખતરનાક બની શકે છે. આ સ્થિતિને લ્યુકોપ્લાકિયા કહેવામાં આવે છે. મોટાભાગના લ્યુકોપ્લાકિયા પેચ નોન-કેન્સરસ હોય છે. જો કે ઘણા કેન્સરના શરુઆતના લક્ષણો હોય શકે છે. આ તમાકુ ઉત્પાદનના સેવનથી થઈ શકે છે. જો કોઈને આવા ચિહ્નો દેખાય તો વિલંબ કર્યા વગર તાત્કાલિક   ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

સતત થઈ રહેલી ગાંઠ
જો તમને મોંઢા અથવા લસિકા ગ્રંથીઓ (ગળાની ગ્રંથિ) માં કોઈપણ પ્રકારની ગાંઠ અનુભવાય તો તે ખતરનાક હોય શકે છે. જો તમને સતત લાગતું હોય કે તમારા ગળામાં કંઈક ફસાયું   છે અથવા ગળામાં દુખાવો છે તો તાત્કાલિક જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

મોંઢા અને ચહેરા પર દુખાવો
જો તમને કોઈ કારણ વગર તમારા ચહેરા, મોંઢા કે ગળાની આસપાસ દુખાવો અને નિષ્ક્રિયતા અનુભવાય છે, તો તે મોઢાના કેન્સરની નિશાની હોય શકે છે. આ સ્થિતિમાં જડબામાં સોજો અને દુખાવો પણ થઈ શકે છે.

દાંતનું પડવું
કોઈ કારણ વગર એક અથવા વધુ દાંત નબળા પડવા અને પડી જવા એ કેન્સરની નિશાની હોઈ શકે છે. આ સિવાય જો તમે દાંત કાઢાવ્યો હોય અને તે જગ્યા પરનો ખાડો ન ભરાયો હોય તો તમારે તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow