ઉધરસ દરમ્યાન જો શરીરમાં થાય છે આ તકલીફ તો ઍલર્ટ, ફટાફટ આ બીમારીનો ઇલાજ કરાવો નહીં તો....

ઉધરસ દરમ્યાન જો શરીરમાં થાય છે આ તકલીફ તો ઍલર્ટ, ફટાફટ આ બીમારીનો ઇલાજ કરાવો નહીં તો....

ઉધરસ ખાતી વખતે હાર્ટમાં દુ:ખાવો થાય તો નજરઅંદાજ ના કરતા

ઠંડીના સમયમાં ઈન્ફેક્શનનો પ્રકોપ વધી જવાથી શરદી-ઉધરસની સમસ્યા વધુ સામાન્ય થાય છે. તેથી લોકો તેને વધુ ગંભીરતાથી લેતા નથી. પરંતુ જો ઉધરસ ખાતી વખતે તમારા હાર્ટમાં દુ:ખાવો થઇ રહ્યો છે તો તેને નજરઅંદાજ કરવો તમારા માટે જીવલેણ સાબિત થઇ શકે છે.

આ બિમારીનો સમય પ્રમાણે ઉપચાર કરાવજો

ઉધરસ ખાતી વખતે હાર્ટમાં દુ:ખાવો ફેફસામાં સોજાનુ પરિણામ હોઇ શકે છે. ફેફસાથી છાતી સુધી ફેલાયેલા કોશિકાઓની સપાટી પ્લ્યુરામાં હોવાના કારણે આ બિમારીને મેડિકલ ભાષામાં પ્લૂરિસી પણ કહેવામાં આવે છે. જેનો દુ:ખાવો ઉધરસની સાથે શ્વાસ લેતી વખતે પણ થઇ શકે છે. આ બિમારી થવા પાછળ અમુક કારણોને લીધે ઘણી વખત આ બિમારી જીવલેણ પણ બની જાય છે. એવામાં આ જરૂરી છે કે સમય પ્રમાણે તેનાથી બચાવ અને ઉપચારના ઉપાય કરવામાં આવે.

પ્લૂરિસી કેવીરીતે થાય છે?

Webmd મુજબ, બેક્ટેરિયલ ઈન્ફેક્શન જેમકે નિમોનિયા વારંવાર પ્લુરિસીનુ કારણ બને છે. આ ફ્લૂ અથવા ફંગસ જેવા વાયરસના કારણ પણ હોઇ શકે છે. આ ઉપરાંત ઘણી ગંભીર બિમારીઓના ફેફસા સુધી ફેલાવાથી આ રોગ થઇ શકે છે.

ફેફસાનુ કેન્સર

કેન્સર જે ફેફસા અથવા પ્લૂરાને પ્રભાવિત કરે છે
ફેફસામાં લોહી ગંઠાઈ જવુ
ઑટોઈમ્યુન ડિસીસ જેવા લ્યૂપસ અથવા રૂમેટીઈડ ગઠિયા
છાતી પર ઈજા
સિકલ સેલ એનીમિયા
મેસોથેલિયોમા
ટીબી
કેન્સર થેરેપી

પ્લૂરિસીના લક્ષણ

શ્વાસ લેતી સમયે હાર્ટમાં બળતરા
સતત ઉધરસ આવવી
ઠંડીની સાથે તાવ
ગળામાં ખારાશ
સ્નાયુઓમાં દુ:ખાવો અને સોઝો
ખભા અને પીઠને ફેલાવવા દરમ્યાન હાર્ટમાં દુ:ખાવો

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow