આ પ્રાણી રસ્તા પર તમારી આડું ઉતરે તો થઈ જશો કરોડપતિ, અચાનક પૈસાથી ઉભરાઈ જશે ઘર

બીલાડી આડી ઉતરવાને અપશુકન માનવામાં આવે છે. રસ્તે જતા લોકો બીલાડીને આડી ઉતરતી જોઈને રોકાઈ જાય છે અથવા તો ઘેર પાછા જતા રહે છે પરંતુ કંઈ બધી બીલાડી અશુભ હોતી નથી, કેટલીક માલામાલ કરી મૂકે તેવી હોય છે અને તેથી આવી બીલાડીને ઓળખી લેવી જરુરી છે.

જ્યોતિષાચાર્યો પણ જણાવી રહ્યાં છે કે કાળી બીલાડી આડી ઉતરવી શુભ ગણાય છે અને તેને જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ લઈ આવે છે.

બ્રિટનમાં કાળી બીલાડીને કારણે વૃદ્ધ કપલને કરોડપતિ બનવાની તક મળી
બ્રિટનમાં 71 વર્ષીય ટોની પિયર્સ અને તેની પત્ની 63 વર્ષીય દેબ પિયર્સ ઇંગ્લેન્ડના આઇસેક્સમાં રહે છે અને 2017માં જ્યારે તેઓએ 100 મિલિયન રૂપિયાથી વધુની કિંમતે રાષ્ટ્રીય લોટરી જીતી ત્યારે તેમનું જીવન બદલાઈ ગયું હતું. તેમનું કહેવું છે કે તેમને એક કાળી બિલાડી મળી હતી, જેણે તેમનું કિસ્મત બદલી નાખ્યું હતું. લોટરીના વિજેતાઓ કાળી બિલાડીને પોતાનું લકી ચાર્મ માને છે કારણ કે જ્યારે તે બિલાડી તેમના ઘરે આવી ત્યારે તેઓ કરોડપતિ બની ગયા હતા. હવે તેને બિલાડીનું ભાગ્ય કહો કે સંયોગ, આ ઘટના બાદથી તે રાજાનું જીવન જીવી રહી છે.

કાળી બીલાડીના આગમન પછી 6 મહિનામાં કપલ બન્યું કરોડપતિ
કપલનું કહેવું છે કે તેઓ જીવનમાં કપરા સમયમાંથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે તેઓ રસ્તેથી મળેલી એક કાળી બીલાડી લઈ આવ્યાં હતા અને ઘરમાં પરિવારના સભ્યની જેમ જાળવી હતી, બીલાડી લાવ્યાંના 6 મહિનામાં ચમત્કાર થયો હતો અને તેમના ઘરમાં પૈસાનો વરસાદ વરસવા લાગ્યો હતો.

પિયર્સે કહ્યું કે ભલે લોકો કહે કે કાળી બિલાડી કમનસીબ છે, પરંતુ બિલી તેમના માટે ભાગ્યશાળી છે. તેનું કહેવું છે કે તેનું ઘર વેચવાની અણી પર હતું કારણ કે તેમના પતિ બીમારીને કારણે કંઈ કામ કરી શકે તેવી હાલતમાં નહોતા અને આ દરમિયા દેવું પણ ઘણું ચડી ગયું હતું પરંતુ બીલાડીના આગમન બાદ બધું સારુ થઈ ગયું.

કાળી બીલાડી આડી ઉતરે તો થઈ જજો ખુશખુશાલ
જો તમને પણ રસ્તે જતી વખતે કાળી બીલાડી જોવા મળે કે રસ્તે આડી ઉતરે તો તમારી પર ધનદેવીની કૃપા ઉતરવાની છે. કાળી બીલાડી જોઈને પાછા ડરી ન જતા કે ઘેર પાછા ન જતા રહેતા.