શરીરમાં આ ચાર સંકેત જોવા મળે તો હોઈ શકે છે પથરી, અવગણના કરી તો કિડની પણ થઈ શકે છે ફેલ

શરીરમાં આ ચાર સંકેત જોવા મળે તો હોઈ શકે છે પથરી, અવગણના કરી તો કિડની પણ થઈ શકે છે ફેલ

આજના સમયમાં કિડની સ્ટોનની બીમારી એક ખૂબ જ સામાન્ય બની ચુકી છે. કિડની સ્ટોનની બીમારી ખૂબ જ નાના સ્તર પર હોય છે અને વ્યક્તિને વધારે પરેશાન નથી કરતી પરંતુ જ્યારે ગંભીર રૂપ લે છે તો તેમાં તમને અસહ્ય દુખાવો થઈ શકે છે.

કિડનીનું કામ લોહી સાફ કરવું અને યુરીન બનાવવું છે. આ તમારા  ભોજનમાંથી નીકળેલી દરેક ઝેરી તત્વોને બહાર નિકાળવાનું કામ કરે છે પરંતુ જ્યારે કિડનીથી ઝેરી પદાર્થ સંપૂર્ણ રીતે બહાર ન નીકળી શકે તો તે ધીરે ધીરે જમા થઈને પથરી એટલે કે સ્ટોનનું રૂપ લે છે. જેને મેડિકલ ભાષામાં કિડની સ્ટોન કહેવાય છે.

કિડની સ્ટોન થવાના ઘણા કારણો
કિડની સ્ટોન થવાના ઘણા કારણો છે પરંતુ આ બીમારીથી નિપટવા માટે તેના શરૂઆતી લક્ષણોને ઓળખવા જરૂરી છે. શરીરમાં લાંબા સમયથી આ પરેશાની કિડની ડેમેજ અને કિડની ફેલિયરના કારણે બની શકે છે.

કોને થાય છે કિડની સ્ટોનનો સૌથી વધારે ખતરો?
જે લોકોને ડાયાબિટીસ અથવા જાડાપણુ થાય છે તેમાં કિડનીની પથરી થવું ખૂબ જ સામાન્ય છે. આ રોગ સિસ્ટિનુરિયા નામની આનુવાંશિક સ્થિતિના કારણે પણ થઈ શકે છે. નાની કિડનીની પથરી સામાન્ય રીતે ઘણા ખાસ લક્ષણ પ્રકટ કરે છે.

પરંતુ જ્યારે તે વ્યક્તિની કિડની સુધી પહોંચે છે તો તેમાં ભયંકર દુખાવો અને ધણી સમસ્યા થઈ શકે છે. જો કિડનીની સમસ્યા નાની છે તો આ યુરીન દ્વારા શરીરથી બહાર નિકળી જાય છે પરંતુ જો આ મોટી છે તો તે ખૂબ જ દુખાવો પેદા કરે છે.

કિડની સ્ટોનના શરૂઆતી ચાર લક્ષણ
પીઠ, પેટ અને તેની આસપાસના ભાગમાં દુખાવો થવો
કિડની સ્ટોન ભયાનક દુખાવો ઉભો કરે છે. સામાન્ય રીતે આ દુખાવો ત્યારે થાય છે જ્યારે પથરી પેશાબની નળીમાં જતી રહે જેનાથી પેશાબ બગાર નિકળવામાં દુખાવો થવા લાગે છે અને કિડની પર દબાણ પડવા લાગે છે. કિડની સ્ટોનનો દુખાવો મોટાભાગે અચાનક શરૂ થાય છે પથરી જ્યારે એક જગ્યાથી બીજી જગ્યા પર જાય છે ત્યારે જોરદાર દુખાવો થાય છે.

પેશાબ વખતે દુખાવો કે બળતરા
જો પથ્થરી યુરેટર અને યુરિનરી બ્લેડરની વચ્ચે વાળા ભાગમાં પહોંચી જાય છે તો તેનાથી યુરીન પાસ થવામાં મુશ્કેલી થાય છે. આવી સ્થિતિને ડાયસુરિયા કહેવાય છે. તેમાં પણ દર્દીને ભયાનક દુખાવાનો સામનો કરવો પડી શકે છે.

પેશાબમાં લોહી આવવું
કિડનીની પથ્થરી એક સામાન્ય લક્ષણ પેશાબમાં લોહી આવે છે જેનાથી હેમટ્યુરિયા પણ કહેવાય છે. આ લોહી લાલ, ગુલાબી અથવા ભુરા રંગનું હોઈ શકે છે. ઘણી વખત યુરીનમાં લોહી એટલું ઓછુ થઈ જાય છે કે વગર માઈક્રોસ્કોપે જોઈ પણ ન શકાય. જોરે ડોક્ટર તપાસ કરીને યુરીનમાં લોહીની જાણકારી મેળવી શકે છે જ્યાર બાદમાં સ્પષ્ટ થઈ જાય છે કે દર્દીને કિડની સ્ટોનની સમસ્યા છે.

યુરીનમાં દુર્ગંધ આવવી
જો તમારૂ યુરીન સાફ છે અને તેમાં કોઈ પણ પ્રકારની દુર્ગંધ આવે છો તો તેનો મતલબ છે કે તમે સ્વસ્થ્ય છો. ત્યાં જ કોઈ વ્યક્તિનું યુરીન ગંદો અથવા દુર્ગંધ મારતો હોય તો તે કિડની સ્ટોનનો સંકેત હોઈ શકે છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow