પગના તળીયે છે આ 2 લકી ચિહ્ન, તો જીવનમાં મેળવશો અઢળક સંપત્તિ અને કીર્તિ

પગના તળીયે છે આ 2 લકી ચિહ્ન, તો જીવનમાં મેળવશો અઢળક સંપત્તિ અને કીર્તિ

તળીયા અને હથેળીઓ સીધી રીતે ધન અને તાકાતથી સંબંધિત છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તળીયાથી વ્યક્તિની યાત્રાઓ વિશે પણ જાણી શકાય છે. એવું કહેવામાં આવે છે કે તળીયાને ઠીક કરીને ધન અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓને ઠીક કરી શકાય છે.

પરંતુ શું તમે જાણો છો કે હથેળીઓના ચિન્હ જ્યાં સાધારણ હોય છે. ત્યાં જ તળીયાના ચિન્હ ખૂબ જ ખાસ હોય છે. આવો આજે તમને જણાવીએ કે વ્યક્તિના તળીયા તેના વ્યવહાર અને ભાગ્ય વિશે શું કહે છે.  

કહે છે પગના તળીયાનો આકાર?
એવું કહેવામાં આવે છે કે લાંબા તળીયાઓ મોટાભાગ મુર્ખતાની નિશાની માનવામાં આવે છે. જોકે લાંબા તળીયા વાળા લોકો આળસુ હોવા છતાં જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે. જ્યારે જરૂરીયાતથી વઘુ નાના તળીયા વ્યક્તિને માનસિક ચિંતામાં મુકી દે છે.

એવામાં લોકોને જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યા બાદ જ સફળતા મળે છે. તળીયાના આકાર સામાન્ય હોવા પર પગના અંગુઠાને જોવો જોઈએ. તળીયાની પાસે અંગુઠાની રેખા સારી હોય તો તળીયા ખૂબ લાભ આપે છે.  

શું કહે છે પગની આંગળીઓ?
એવું કહેવાય છે કે પગના અંગુઠા જો બાજુની આંગળીથી નાના હોય તો આવા લોકો ભાગ્યશાળી હોય છે. જો પગની સૌથી નાની આંગળી ખૂબ નાની હોય અથવા તેનો નખ નાનો હોય તો વૈવાહિક જીવનમાં મોટી મુશ્કેલીઓ આવે છે.

જો પગની સૌથી નાની આંગળી લાંબી હોય તો વ્યક્તિની પાસે ક્યારેય પૈસાની કમી નથી રહેતી. જો પગની આંગળીઓ વાંકી ચુકી હોય તો વ્યક્તિની કિસ્મતમાં વિવાહનો યોગ હોય છે. જો પગનો અંગુઠો વધારે મોટો હોય તો તે બીમારીનું નિશાન માનવામાં આવે છે.  

શું કહે છે પગના તળીયાના રંગ?
એવું કહેવાય છે કે પગના તળીયાના રંગ હલ્કા ગુલાબી અને સાફ હોય તો વ્યક્તિ હંમેશા સ્વસ્થ્ય રહે છે. તળીયાના રંગમાં ગુલાબીપણુ વ્યક્તિના અત્યંત સમૃદ્ધિ અને સમ્પન્ન હોવાની પણ જાણકારી આપે છે.

જો પગના તળીયાનો રંગ પીળો હોય તો વ્યક્તિને ખરાબ દાંપત્ય જીવનનો સામનો કરવો પડી શકે છે. તેમનું હંમેશા પોતાના લાઈફ પાર્ટનર સાથે ઝગડો રહે છે.  

તળીયાની રેખાઓનો શું મતલબ હોય છે?
જો તળીયામાં અંગુઠાની એક સીધી રેખા નીચે જાય તો તે વ્યક્તિને અત્યંત બુદ્ધિમાન બનાવે છે. તળીયામાં જેટલી ઓછી રેખાઓ હશે વ્યક્તિ તેટલું જ જલ્દી ભાગ્યવાન થાય છે.‌

તળીયામાં રેખાઓની જાળ હોય તો વ્યક્તિને આજીવિકા માટે ખૂબ ભટકવું પડે છે. આ લોકો ખૂબ પ્રયાસ બાદ જ આવકના સાધન તપાસવામાં સફળ થઈ શકે છે.

તળીયા પર આ બે નિશાન છે ખૂબ જ શુભ
તળીયામાં શંખ અથવા ચક્રનું નિશાન ખૂબ જ દુર્લભ છે અને આ મહાપુરૂષોના પગમાં જ જોવા મળે છે. એવા લોકો જીવનમાં મોટી સફળતા હાસિલ કરે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow