યુવાન પર હુમલો થયો તો હોસ્પિટલમાં લઈ જવાના બદલે પરિવારજનો કોર્ટમાં લઈ ગયા

યુવાન પર હુમલો થયો તો હોસ્પિટલમાં લઈ જવાના બદલે પરિવારજનો કોર્ટમાં લઈ ગયા

શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રામાપીર ચોકડી નજીક યુવક ચા પી રહ્યો હતો ત્યારે કેટલાક શખ્સો તેના પર લાકડી પાઇપથી તૂટી પડ્યા હતા, હુમલો થતાં યુવકના પરિવારજનો દોડી આવ્યા હતા અને ઘવાયેલા યુવકને હોસ્પિટલે લઇ જવાને બદલે ઇજાગ્રસ્ત હાલતમાં કોર્ટે લઇ ગયા હતા અને ન્યાય આપોના નારા કોર્ટમાં લગાવતા કોર્ટ સંકુલમાં દોડધામ મચી ગઇ હતી, કોર્ટમાં રહેલી પોલીસે યુવકને હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

રૈયાધાર ઇન્દિરાનગર મફતિયાપરામાં રહેતો અને શાકભાજીનો વેપાર કરતો પંકજ વિનુભાઇ સોલંકી (ઉ.વ.25) શુક્રવારે બપોરે એકાદ વાગ્યે રામાપીર ચોકડીએ ચાની હોટેલે ઊભો રહીને ચા પીતો હતો ત્યારે યશ ઉર્ફે હાંડો પરેશ ડાભી, ધમો ડાભી અને પતલો સહિતના શખ્સો ધસી ગયા હતા અને પંકજ પર ધોકા પાઇપથી તૂટી પડ્યા હતા, પંકજ પર હુમલો થયાની જાણ થતાં ઇન્દિરાનગરમાં જ રહેતા તેના બહેન રેખાબેન અને બનેવી રાજેશ સહિતનાઓ સ્થળ પર દોડી ગયા હતા, પંકજ તરફે મોટું ટોળું એકઠું થઇ ગયું હતું અને હુમલાખોરો નાસી ગયા હતા.

હુમલામાં પંકજ સોલંકીને ઇજા થઇ હતી અને તે કણસતો હતો, પરંતુ બહેન-બનેવી સહિતના લોકો તેને ઇજાગ્રસ્ત હાલતમાં કોર્ટ સંકુલમાં લઇ ગયા હતા અને ન્યાય આપો, ન્યાય આપોના પોકાર કરતા કોર્ટ સંકુલમાં દોડધામ મચી ગઇ હતી, કોર્ટ રૂમમાં કોર્ટ કાર્યવાહી ચાલુ હતી તે વખતે ઇજાગ્રસ્ત અને અર્ધનગ્ન હાલતમાં કોર્ટ સંકુલમાં લઇ જવાતા કોર્ટમાં ફરજમાં રહેલા પોલીસ સ્ટાફમાં દોડધામ મચી હતી તેમણે સૂત્રોચ્ચાર કરી રહેલા લોકોને બહાર કાઢી ઇજાગ્રસ્ત પંકજને હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

હોસ્પિટલમાં પંકજની બહેને આક્ષેપ કર્યો હતો કે, યશ ઉર્ફે હાંડો અને પતલો સહિતના શખ્સો ઇન્દિરાનગર વિસ્તારમાં ગોરખધંધા કરે છે, અગાઉ તેમના પર તથા તેના પતિ પર હુમલો કર્યો હતો, પરંતુ સ્થાનિક પોલીસ તેમની સામે કોઇ કાર્યવાહી કરતી ન હોવાથી ન્યાયની માગ સાથે કોર્ટ સંકુલમાં પહોંચ્યા હતા, પોલીસે પંકજની ફરિયાદ પરથી ત્રિપુટી સામે ગુનો નોધ્યો હતો.

સીધા જ કોર્ટના દ્વાર ખખડાવ્યા : ન સારવાર, ન ફરિયાદ, ન દલીલ, ન પુરાવા સીધો ન્યાય માગ્યો
યુવાન પર હુમલો થયા બાદ તેની સારવાર કરાવી પોલીસ ફરિયાદ કરવાને બદલે સંબંધીઓ ટિંગાટોળી કરી સીધા જ ન્યાય માગવા કોર્ટમાં દોડી ગયા હતા અને ન્યાય આપોના સૂત્રોચ્ચાર કર્યા હતા.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow