પેટ સાફ તો દરેક રોગ રહેશે દૂર: કબજિયાતથી બચવું હોય તો આજથી જ આ ખાવાનું છોડી દેજો

પેટ સાફ તો દરેક રોગ રહેશે દૂર: કબજિયાતથી બચવું હોય તો આજથી જ આ ખાવાનું છોડી દેજો

પેટ સાફ હોય તો જ શરીર તંદુરસ્ત રહે છે. પેટ તમામ રોગોનું મૂળ છે એવું આયુર્વેદમાં કહેવાયું છે. કોઇ પણ બીમારીની શરૂઆત મોટાભાગે પેટથી જ થતી હોય છે. હેલ્ધી લાઇફ સ્ટાઇલ માટે રોજ દિવસમાં બે વાર તમારું પેટ સાફ થવું જરૂરી છે. એટલિસ્ટ રોજ સવારે એક વાર તો તમારું પેટ સરખી રીતે સાફ થવું જ જોઇએ. આ માટે તમારે ઘરે બનેલું સાદું અને હેલ્ધી ભોજન કરવું જોઇએ. ખાસ કરીને ફાઇબર યુક્ત ભોજન તમારા માટે ખૂબ જ જરૂરી હોય છે.

આપણાં અંતરડાંનું મુખ્ય કામ આપણાં પાચનતંત્રમાંથી નીકળતી વખતે ખાધેલા ભોજનમાંથી પાણીને શોષવાનું છે. તેમાંથી મળ બને છે, તેના દ્વારા શરીરના ઝેરી પદાર્થો બહાર નીકળે છે. જો મળ વધુ સમય સુધી બહાર ન નીકળી શકે તો કબજિયાતની સમસ્યાનો સામનો કરવો પડે છે. તેની પાછળનું કારણ પેટ યોગ્ય રીતે સાફ ન થાય તે છે. ઘણી વાર ખોટી ખાણીપીણીને કારણે પણ વ્યક્તિ કબજિયાતનો શિકાર બને છે. જે વ્યક્તિનું પેટ રોજ સાફ ન થતું હોય તે ધીમે ધીમે બીમારીઓની ઝપટમાં આવી જાય છે. તો એવી કેટલીક વસ્તુઓથી દૂર રહેવું જોઇએ, જેનાથી કબજિયાત થાય છે.

આટા બ્રેડ
આટા બ્રેડમાં ફાઇબરની માત્રા ખૂબ ઓછી હોય છે. તેમાં સ્ટાર્ચ વધુ માત્રામાં હોવાના કારણે તેનું સેવન કરવાથી પાચનતંત્ર નબળું પડે છે. આવા સંજોગોમાં વ્યક્તિને કબજિયાતની સમસ્યા સતાવે છે. જો તમે બ્રેડ ખાવા ઇચ્છતા હો તો સાબૂત અનાજમાંથી તૈયાર થયેલી બ્રેડ ખાવી જોઇએ. તે ટેસ્ટી હોવાની સાથે પૌષ્ટિક ગુણોથી ભરેલી હોય છે.

ચોખા
ચોખા સફેદ અને બ્રાઉન એમ બે પ્રકારના હોય છે. સફેદ ચોખાને વધુ પોલિશ કરવામાં આવે છે, તેથી તેમાંથી પોષક તત્ત્વ ખતમ થઇ જાય છે. આ કારણે વધુ પ્રમાણમાં ભાત ખાવાથી કબજિયાતની પરેશાનીનો સામનો કરવો પડે છે. સફેદના બદલે બ્રાઉન રાઇઝ ખાઇએ તો ફાઇબરનું પ્રમાણ જળવાઇ રહે છે.

ડેરી પ્રોડક્ટ્સ
જે લોકો વધુ માત્રામાં ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરે છે, તેને કબજિયાતની પરેશાનીનો સામનો કરવો પડે છે. ડેરી પ્રોડક્ટ્સમાં લેક્ટોઝની માત્રા વધુ હોવાના કારણે પેટમાં દુખાવો, બળતરા અને સોજાની સમસ્યા થાય છે. જે લોકોને પેટમાં ગરબડ રહેતી હોય તેણે ડેરી પ્રોડક્ટ્સની માત્રા ઘટાડવી જોઇએ.

ફ્રોઝન ફૂડ
ફ્રોઝન ફૂડમાં સોડિયમની માત્રા વધુ હોવાથી પાચનતંત્રમાં ગરબડ થાય છે અને કબજિયાતની સમસ્યા થાય છે. સાથે તે ખાવાથી શરીરને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. દરેકે ઘરમાં બનેલું શુદ્ધ-પૌષ્ટિક ભોજન કરવું જોઇએ.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow