પેકથી સ્કિનમાં આવશે ચમક તો દરેક સ્કિન માટે ફેસપેક અલગ-અલગ, જાણીએ તમારી ત્વચા માટે કયા પ્રકારનું સ્ક્રબ છે બેસ્ટ?

પેકથી સ્કિનમાં આવશે ચમક તો દરેક સ્કિન માટે ફેસપેક અલગ-અલગ, જાણીએ તમારી ત્વચા માટે કયા પ્રકારનું સ્ક્રબ છે બેસ્ટ?

જૂના જમાનામાં પણ ત્વચાની દેખભાળ માટે ઘરગથ્થુ ઉપચાર, એટલે કે પ્રાકૃતિક વસ્તુઓ ભેગી કરીને પેક તૈયાર કરવામાં આવતાં હતાં. આજે પણ અમુક ઘરમાં પેક તૈયાર કરીને લગ્ન કરનાર છોકરો કે છોકરીને લગાવવામાં આવે છે,  

જેનાથી ત્વચામાં નિખાર આવે છે. ઘર પર જ તૈયાર કરવામાં આવતા આ પેક બહુ જ ફાયદાકારક છે, પરંતુ એને બનાવવાની સાચી રીત ખબર હોવી જોઈએ. બ્યૂટી એક્સપર્ટ શહનાઝ હુસૈન પાસેથી જાણીએ પેક બનાવવાની રીત  

પારંપરિક ફેસપેકથી ચહેરાની ખૂબસૂરતીમાં લાગે છે ચાર ચાંદ
આ ફેસપેકમાં રહેલાં કુદરતી તત્ત્વો ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે, જેને કારણે શિયાળામાં ત્વચાની સુંદરતામાં ચાર ચાંદ લાગે છે. પરંપરાગત ફેસપેકમાં ઘઉંની થૂલી, ચણાનો લોટ, દહીં અથવા દૂધની મલાઇ અને હળદર હોય છે,  

જે ત્વચાને પોષણ આપે છે અને તેની સુંદરતામાં વધારો કરે છે. આ બધાને એકસાથે મિક્સ કરીને શરીર પર તેલ સાથે લગાવવામાં આવતું હતું. 20થી 30 મિનિટ પછી સ્નાન કરતા સમયે પેકને દૂર કરો. શિયાળામાં સ્નાન કરતાં પહેલાં આ પેકને અચૂક લગાવો અને નાહતી વખતે ગરમ પાણીથી ધોઈ લો. આ પેકથી ત્વચને તો સાફ કરવામાં મદદ થાય છે, સાથે જ ત્વચા નરમ અને ચમકદાર બને છે.  

ડ્રાય સ્કિન માટે ફેસ પેક
એક ચમચી ઓટ્સમાં મધ, દૂધ અને એક ચમચી બદામનું તેલ મિક્સ કરો. આ પેકને ચહેરા પર લગાવો. 15 મિનિટ બાદ દૂધ ચહેરા પર લગાવો.

જો ત્વચા ખૂબ જ શુષ્ક હોય તો આ સ્ક્રબને ટ્રાય કરો. એમાં એક ઈંડું, એક ચમચી નારિયેળ તેલ, એક લીંબુનો રસ અને બે ચમચી એલોવેરા જેલને બરાબર મિક્સ કરો. ચહેરા અને હાથ પર આ પેક લગાવો અને 15 મિનિટ પછી ધોઈ લો.

ડ્રાયનેસને દૂર કરવા માટે આ પેક લગાવો
સૌથી પહેલા ઓલિવ ઓઈલ લગાવો અને જગ્યાઓ પર મસાજ કરો. ત્યાર બાદ ચણાનો લોટ, દહીં અને હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવો અને એ જગ્યાએ લગાવો. અડધા કલાક પછી ધોઈ લો.

ઓઇલી સ્કિન માટે આ ફેસપેક

એલોવેરા શક્તિશાળી મોઇશ્ચરાઇઝર છે. એને પેકમાં મિક્સ કરવામાં આવે તો ત્વચા કોમળ બને છે. એક ચમચી ઓટ્સ અથવા મુલતાની માટી, એક ચમચી નારંગીની છાલનો પાઉડર, દહીં અને એક ચમચી એલોવેરા જેલ લો. મિક્સ કરીને ચહેરા પર લગાવો, 15થી 20 મિનિટ પછી ધોઈ લો.

બધી જ સ્કિન માટે આ ફેસપેકનો કરો ઉપયોગ
જો તમને ખબર નથી કે તમારી ત્વચાના પ્રકાર અનુસાર ફેસપેક કેવી રીતે બનાવવો, તો આ પેક તમામ પ્રકારની ત્વચા માટે ફાયદાકારક માનવામાં આવે છે. એક ચમચી નારંગી અથવા લીંબુની છાલનો પાઉડર,  

એક ચમચી ઓટ્સ અને એક ચમચી બદામ પાઉડર લો. એમાં એક-એક ચમચી મધ અને દહીં ઉમેરો. ત્વચા પર લગાવો અને ગોળ ગતિમાં હળવા હાથે ઘસો. 10-15 મિનિટ સ્ક્રબ કર્યા બાદ હૂંફાળા પાણીથી ધોઈ લો.  

બે ટેબલસ્પૂન ઘઉંની થૂલી, એક ટેબલસ્પૂન વાટેલી બદામ, મધ, દહીં અને ઈંડાની સફેદી અથવા ગુલાબજળ લો. પેસ્ટમાં મિક્સ કરી ચહેરા, ગરદન અને હાથ પર લગાવો. હોઠ અને આંખોની આસપાસ ન લગાવો. 30 મિનિટ પછી ધોઈ લો.

ગુલાબજળમાં બે ચમચી મધ અને ચાર ચમચી મિલ્ક પાઉડર મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા, ગરદન અને હાથ પર લગાવો. 20 મિનિટ પછી ચોખ્ખા પાણીથી ચહેરાને ધોઈ લો.

ફૂલોનું ફેસપેક
કમળનાં 3થી 4 ફૂલ લો અને એને ગરમ દૂધમાં એક કલાક માટે પલાળીને રાખો. ત્યાર બાદ આંગળીઓથી આ ફૂલને મસળી નાખો. આ બાદમાં ત્રણ ચમચી ચણાનો લોટ મિક્સ કરીને પેસ્ટ ઉમેરો.  

આ પેસ્ટ આંખ અને હોઠની આસપાસ ન લગાવો. 20 મિનિટ પછી ચહેરાને ધોઈ લો. કમળથી ડ્રાયનેસ દૂર થાય છે અને સ્કિનમાં નિખાર આવે છે.  

મુઠ્ઠીભર ગુલાબની પાંદડીઓને પીસીને પેસ્ટ બનાવો. 3 ચમચી સંતરાંની છાલનો પાઉડર, બે ચમચી દહીં, મધ અને ચંદન પાઉડર સાથે મિક્સ કરો. ચહેરા,  

હાથ અને ગરદન પર લાગુ કરો અને હંમેશની જેમ ધોઈ લો. ગુલાબની સુગંધ તમને તાજગી આપશે. આ સ્ક્રબ સંવેદનશીલ ત્વચા, પિમ્પલ્સ અને તમામ પ્રકારની ત્વચાને અનુકૂળ આવે છે.

ઘરે જ બોડી સ્ક્રબ બનાવો
ઓટ્સમાં દહીં અને એક ચપટી હળદર મિક્સ કરીને પેક બનાવો. આ એક પેસ્ટ જેવી હોવી જોઈએ, જેથી એ ટપકે નહીં. એને ચહેરા અને શરીર પર લગાવો અને 15 મિનિટ માટે રાખી દો, પછી ગરમ પાણીથી સ્નાન કરો.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow