હેલ્થ સારી ના હોય તો એક ચપટી વરિયાળી લો, દૂધમાં મિક્સ કરીને પીવાથી થશે અઢળક ફાયદા

હેલ્થ સારી ના હોય તો એક ચપટી વરિયાળી લો, દૂધમાં મિક્સ કરીને પીવાથી થશે અઢળક ફાયદા

દૂધ અને વરિયાળી મિક્સ કરીને પીવાથી થાય છે અનેક ફાયદા

દૂધ અને વરિયાળી બંનેમાં ઔષધીય ગુણ સમાયેલા છે. દૂધમાં પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન્સ જેવા ઘણા ન્યુટ્રીએન્ટ્સ રહેલા છે, વરિયાળીમાં કૉપર, કેલ્શિયમ, જિન્ક, પોટેશિયમ, મેગ્નીઝ, આયરન અને વિટામિન સી જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. દૂધ હાડકા અને મસલ્સ માટે જરૂરી છે તો વરિયાળી ખરાબ પાચન જેવી ઘણી બિમારીઓમાં ફાયદાકારક છે. દૂધ અને વરિયાળી મિક્સ કરીને પીવાથી ઘણા ફાયદા થાય છે.

પાચનમાં ફાયદાકારક

વરિયાળી વાળુ દૂધ પાચનમાં ફાયદાકારક છે. ઘણા લોકોના શરીરમાં દૂધનુ પાચન સારી રીતે થતુ નથી. એવામાં અપચો અને કબજીયાતની પરેશાની થઇ શકે છે. દૂધમાં વરિયાળી મિક્સ કરીને પીવાથી પાચનની મુશ્કેલીઓમાંથી છૂટકારો મળી જશે. વરિયાળી પાચનને વધુ સારું બનાવવામાં મદદ કરે છે.

આંખની રોશની સારી થાય

વરિયાળીમાં રહેલા પોષક તત્વ આંખો માટે ફાયદાકારક છે. વરિયાળીના સેવનથી આંખોની રોશની વધે છે. જેનુ સેવન દૂધની સાથે કરવુ ફાયદાકારક છે. આંખના સારા આરોગ્ય માટે વરિયાળીને ખાંડની સાથે સેવન કરવુ પણ ફાયદાકારક હોય છે.

પીરિયડ્સમાં ફાયદાકારક

પીરિયડ્સમાં વરિયાળીનુ સેવન કરવુ ફાયદાકારક હોય છે. જો તમને અનિયમિત પીરિયડ્સ આવે છે તો વરિયાળીના સેવનથી આ મુશ્કેલીમાંથી છૂટકારો મળી શકે છે. પીરિયડ્સમાં દૂધ પીવા માંગો છો તો વરિયાળી મિક્સ કરીને પીવુ ગુણકારી સાબિત થશે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow