સેન્સર બોર્ડ પગલાં લે નહીં તો ગુજરાતમાં....: જુઓ ફિલ્મ 'પઠાણ'ને લઇ રાજભા ગઢવી શું બોલ્યા

સેન્સર બોર્ડ પગલાં લે નહીં તો ગુજરાતમાં....: જુઓ ફિલ્મ 'પઠાણ'ને લઇ રાજભા ગઢવી શું બોલ્યા

ફિલ્મ 'પઠાણ'ના ગીત 'બેશરમ રંગ' સામેનો વિરોધ દિવસે ને દિવસે વધારે ને વધારે ઉગ્ર બની રહ્યો છે. ભાજપ, હિંદુ સેનાથી લઇને વિશ્વ હિંદુ પરિષદ એમ અનેક સંગઠનોએ દીપિકા પાદુકોણની બિકીની તેમજ ફિલ્મના કેટલાક સીન્સ સામે વાંધો ઉઠાવ્યો છે. ત્યારે હવે તેના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે.

સેન્સર બોર્ડ પગલા લે નહીં તો અમે: રાજભા ગઢવી
રાજ્યમાં લોકગાયક રાજભા ગઢવી દ્વારા ફિલ્મ 'પઠાણ'નો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આવનારી બોલિવૂડ ફિલ્મ પઠાણનો રાજકોટમાં વિરોધ શરૂ થઇ ગયો છે. ત્યારે આ અંગે રાજભા ગઢવીનું કહેવું છે કે, ગીતમાં ભગવા કપડા પહેરી અશ્લિલ ડાન્સ કરાયો છે. ફિલ્મ પર સેન્સર બોર્ડ પગલા લે. પઠાણ ફિલ્મ રિલીઝ ન થવું જોઈએ. અમે ફિલ્મ અને ગીતને રિલીઝ નહીં થવા દઈએ.'

દેશભરમાં ફિલ્મ 'પઠાણ'નો થઇ રહ્યો છે વિરોધ
બીજી બાજુ પઠાણ ફિલ્મને લઈને અધુરામાં હિન્દુ સંગઠનો બાદ હવે મુસ્લિમ સંગઠનો પણ મેદાનમાં આવ્યા છે. મુસ્લિમ સંગઠને પણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. હિંદુ સંગઠનો બાદ હવે મુસ્લિમ સંગઠનોએ પણ ફિલ્મમાં બતાવવામાં આવેલા સીન પર નારાજગી વ્યક્ત કરી છે. ઓલ ઈન્ડિયા ફેસ્ટિવલ કમિટીના ચેરમેન ઔસફ શાહમીરી ખુર્રમે પઠાણ ફિલ્મને ઈસ્લામનું અપમાન ગણાવીને પ્રતિબંધ લગાવ્યો છે.

જ્યારે ભાજપ, હિન્દુ સેના અને વિશ્વ હિન્દુ પરિષદે ફિલ્મમાંથી વાંધાજનક ભાગો હટાવવાની માંગ સાથે સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશીને પત્ર લખ્યો છે. જેમાં એવી માંગ કરવામાં આવી છે કે, ફિલ્મમાંથી આવા દ્રશ્યો હટાવવા જોઈએ અને ગીતના શબ્દોમાં પણ ફેરફાર કરવા જોઈએ. આવી ફિલ્મો સેન્સર બોર્ડે પાસ કરતા પહેલા જોવી જોઈએ.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow