અધવચ્ચે બાઈકનું પેટ્રોલ ખૂટી જાય તો તાબડતોબ કરો આવું કામ, પહોંચી જશો પેટ્રોલ પંપ પર

રસ્તા પર પેટ્રોલ ખલાસ થઈ જવું સામાન્ય વાત છે અને આવી સ્થિતિમાં ઘણી વાર દોરીને બાઈકને પેટ્રોલ પંપ સુધી લઈ જવું પડતું હોય છે. અહીં સુધી બરાબર છે પરંતુ જ્યારે કોઈ એકાંત સ્થળે કે નજીકમાં કોઈ પેટ્રોલ પંપ ન હોય તેવા સ્થળે બાઈકનું પેટ્રોલ ખૂટી જાય ત્યારે બહુ મુશ્કેલી પડતી હોય છે અહીં તમને કેટલીક ટીપ્સ આપવામાં આવી છે જે તમને અધવચ્ચે પેટ્રોલ ખૂટી જવાના કિસ્સામાં કામ લાગશે અને તમે ભટકવાને બદલે આસાનીથી પેટ્રોલ પંપ સુધી પહોંચી જશો.
ચોક આપીને બાઈક સ્ટાર્ટ કરો
જો અધવચ્ચે કે કોઈ એકાંત સ્થળે તમારી બાઈકનું પેટ્રોલ અચાનક ખતમ થઇ જાય અને પેટ્રોલ પંપ થોડો દૂર હોય તો તમારે એક વખત ચોક આપીને બાઈક સ્ટાર્ટ કરવી જોઈએ અને શરુ થયા બાદ તમે ટોપ ગીયરમાં બાઈકને નાખીને નોન સ્ટોપ નજીકના પેટ્રોલ પંપ સુધી લઈ જઈ શકો છો.
બાઈકને આખી બાજુએ નમાવીને ચાલુ કરો
ચોક આપીને બાઈકને પેટ્રોલ પંપ સુધી લઈ જવાની ટીપ્સની ઉપરાંત બીજી ટીપ્સ એવી છે કે તમે બાઈકને આખી બાજુએ નમાવી દેવી જોઈએ જેથી કરીને ટાંકી વેરવિખરાયેલું પેટ્રોલ એક જગ્યાએ ભેગું થઈ જાય અને ભેગા થયેલા પેટ્રોલથી બાઈક સ્ટાર્ટ કરીને પેટ્રોલ પંપ સુધી પહોંચી શકશો.
ટાંકીમાં સાવધાનીથી જોરથી ફૂંક મારો
બાઈક ચાલુ કરવાની ત્રીજી ટીપ્સ પણ જાણવા જેવી છે. અધવચ્ચે પેટ્રોલ ખૂટી જાય તો તમારે ટાંકી ખોલીને તેમાં જોરથી ફૂંક મારવી જોઈએ. આવું 2-3 વાર કર્યા બાદ ટાંકી બંધ કરી દો આનાથી બાઈક સ્ટાર્ટ થઈ જશે અને તમારુ કામ થઈ જશે. જો કે આ ટ્રિક મોટાભાગની 100 સીસી અને 125 સીસીની બાઇકમાં વધુ કામ કરે છે.