કોઈ મારા FB અકાઉન્ટથી પૈસા માંગે તો આપતા નહીં: કોંગ્રેસ ધારાસભ્યએ કેમ કરવી પડી આવી સ્પષ્ટતા

કોઈ મારા FB અકાઉન્ટથી પૈસા માંગે તો આપતા નહીં: કોંગ્રેસ ધારાસભ્યએ કેમ કરવી પડી આવી સ્પષ્ટતા

છેલ્લાં કેટલાંક વર્ષોમાં સાયબર ગુનાઓમાં વધારો થયો છે.  જેમાં ઓનલાઈન દુર્વ્યવહાર, બદનક્ષી, બેંક છેતરપિંડી, ઓનલાઈન ગેમિંગ, અયોગ્ય રીતે વીડિયો અથવા ફોટો મોર્ફ્ડનો સમાવેશ થાય છે. ડોક્ટરિંગ, વૈવાહિક વેબસાઇટ્સમાંથી વ્યક્તિગત માહિતીની ચોરી કરવી, તેમના ફોટા અથવા વીડિયો ચોરી છૂપીથી કેપ્ચર કરવા, અશ્લીલ ફોટા કાઢવા અને વિવિધ ચેટિંગ અને ડેટિંગ એપ્સ દ્વારા છેતરપિંડી કરવી સહિત અન્ય સાયબર ગુનાઓના કિસ્સાઓ અગાઉ પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે. ત્યારે આજે ગુજરાત કોંગ્રેસના એક દિગ્ગજ નેતાનું ફેસબુક પેજ હેક થઇ ગયું હોવાની જાણકારી સામે આવી છે.

ફેસબુક એકાઉન્ટ હેક થતા લોકોને કર્યા અવગત
પાટણના વર્તમાન ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર ડૉ. કિરીટ પટેલનું ફેસબુક એકાઉન્ટ હેક થયું છે. ફેસબુક એકાઉન્ટ હેક થતા તેમણે સોશિયલ મીડિયામાં વીડિયો બનાવીને લોકોને અવગત કર્યા છે. તેમણે જણાવ્યું કે, "પૈસાની માંગણી કરતા કોઈ મેસેજ કે ફોન આવે તો લેવડ દેવડ કરવી નહીં"

'પૈસાની માંગણી કરતા કોઈ મેસેજ કે ફોન આવે તો લેવડ દેવડ કરવી નહીં'
કોઈ અજાણ્યા ઈસમ દ્વારા કિરીટ પટેલનું એકાઉન્ટ હેક કરાયું છે અને ડૉ. કિરીટ પટેલને પૈસાની અત્યંત જરૂર હોવાથી તાત્કાલિક તેમના paytmમાં પૈસા નાખવા માટે મેસેજ કરવામાં આવ્યા હતા. જોકે, પૈસાની માંગણી કરવા મામલે ડૉ. કિરીટ પટેલના મિત્ર વર્તુળ દ્વારા તેમને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી. જેથી પાટણ ધારાસભ્યએ તાત્કાલિક વીડિયો બનાવીને લોકોને અવગત કર્યા છે. કિરીટ પટેલે જણાવ્યું છે કે, પૈસાની માંગણી કરતા કોઈ મેસેજ ફોન આવે તો લેવડ દેવડ કરવી નહીં અને મને જાણ કરવી.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow