પતિ-પત્ની દરરોજ કરે આ કામ તો સંબંધમાં ક્યારેય નહીં આવે તણાવ

પતિ-પત્ની દરરોજ કરે આ કામ તો સંબંધમાં ક્યારેય નહીં આવે તણાવ

આ કામ કરવાથી લગ્ન જીવન મધુર રહેશે

મહાન અર્થશાસ્ત્રી અને કૂટનીતિજ્ઞ આચાર્ય ચાણક્યએ લગ્ન જીવનને ખુશહાલ બનાવવા માટે ઘણા ઉપાય જણાવ્યાં છે. આ સાથે તેમણે પોતાની નીતિઓમાં સ્ત્રી-પુરૂષને લઇને અમુક એવા કામ જણાવ્યાં છે,  

જેને દરરોજ કરવાથી પતિ-પત્નીની વચ્ચે ક્યારેય તણાવ આવતો નથી. ચાણક્ય નીતિઓમાં એવા કામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને કરવાથી લગ્ન જીવન ખુશહાલ રહે છે. આવો તમને જણાવીએ કે આચાર્ય ચાણક્યએ કયા કામોને દરરોજ કરવાની સલાહ આપી છે, જેનાથી પતિ-પત્નીનો સંબંધ મજબૂત થાય છે.

પતિ-પત્નીએ એકબીજાનુ માન જાળવવુ જોઈએ

લગ્ન જીવનને વધુ સારું બનાવવા માટે સૌથી જરૂરી છે કે બંનેની વચ્ચે પ્રેમ હોય અને બંને એકબીજાની ઈજ્જત કરતા હોય. ચાણક્ય નીતિમાં આ વાતને જણાવવામાં આવી છે કે પ્રેમની સાથે ઈજ્જત હોવાથી સંબંધ સુંદર થાય છે. તેથી હંમેશા પતિ-પત્નીએ એકબીજાનુ માન જાળવવુ જોઈએ અને માન-સન્માન આપવુ જોઈએ.

ક્યારેય અભિમાન ના કરશો

આચાર્ય ચાણક્ય મુજબ, પતિ-પત્ની ગાડીના બે પૈડા જેવા હોય છે અને ગાડી મુજબ સંબંધ ત્યારે જ સારો ચાલે છે જ્યારે તેના બે પૈડા મળીને આગળ વધે. ચાણક્ય નીતિમાં જણાવવામાં આવ્યું છે કે પતિ-પત્નીએ ક્યારેય પણ કોઈ વાતનો ઘમંડ ના કરવો જોઈએ. એકબીજાએ ઘમંડ કરવાથી સંબંધ ખરાબ થાય છે.

ખાનગી વાતો કોઈને ના કરો શેર

આચાર્ય ચાણક્યએ જણાવ્યું છે કે પતિ-પત્નીએ પોતાની ખાનગી વાતોને કોઈને પણ કહેવી ના જોઈએ. આમ કરવાથી સંબંધ ખરાબ થાય છે, કારણકે પતિ-પત્ની વચ્ચે થતી વાતોને શેર કરવાથી એકબીજાનો ભરોસો તુટે છે. આ વાતનુ ધ્યાન પતિ અને પત્ની બંનેએ રાખવુ જોઈએ.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow