હિમોગ્લોબિન ઓછું થયું તો શરીરમાં થઈ શકે છે અનેક બીમારીઓ! દાડમ-બીટ સહિત આ ત્રણ ખાસ ડ્રિંક્સ આપશે જોરદાર એનર્જી

હિમોગ્લોબિન ઓછું થયું તો શરીરમાં થઈ શકે છે અનેક બીમારીઓ! દાડમ-બીટ સહિત આ ત્રણ ખાસ ડ્રિંક્સ આપશે જોરદાર એનર્જી

સ્વાસ્થ્ય રહેવા માટે ખૂબ જ જરુરી છે કે આપણે આપણા હિમોગ્લોબિનની ઉણપથી બચવુ જોઇએ. શરીરમાં હિમોગ્લોબિનની ઉણપથી અનેક ગંભીર સમસ્યાઓ થઇ શકે છે. હિમોગ્લોબિન એક પ્રોટીન છે, જે શરીરના વિભિન્ન અંગો સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. જો વ્યક્તિના શરીરમાં હિમોગ્લોબિનનની માત્રા ઓછી થવા લાગે છે, તો તેનાથી એનિમિયાની બીમારી થઇ શકે છે. તેવામાં જો તમારા લોહીમાં હિમોગ્લોબિનની ઉણપ છે તો આ માટે તમારે હેલ્દી ડ્રિંક્સનું સેવન કરવુ જોઇએ. તો આવો જાણીએ એવા ક્યા હેલ્દી ડ્રિંક્સ છે જે તમારા શરીરમાં હિમોગ્લોબિનની માત્રામાં વધારો કરે છે, આ સાથે એનર્જીમાં પણ વધારો કરે છે....


1. દાડમનો જ્યૂસ
શરીરમાં લોહી વધારવા માટે દાડમનો જ્યૂસ તમે પી શકો છો, તે સાથે લોહીમાં હિમોગ્લોબિન વધારવા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. હકીકતમાં દાડમમાં આયર્ન અને વિટામિન સી ભરપુર માત્રામાં રહેલુ છે. તેથી દાડમનો જ્યુસ પીવાથી શરીરમાં લોહીની માત્રામાં વધારો થાય છે, તે સાથે જ ઓક્સિજનની સપ્લાય પણ વધારે સારી રીતે થઇ શકશે.

2. બીટનો જ્યુસ
શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવા માટે બીટનો જ્યુસ પી શકો છો. ગરમીમાં આ જ્યુસ તમને લોહીમાં હિમોગ્લોબિનના લેવલ ઓછુ હોય છે, તો બીટનો જ્યુસનું સેવન ખાસ કરો. બીટમાં આયર્ન ભરપુર માત્રામાં હોય છે, તે સાથે પોર્ટેશિયમ, વિટામિન સી અને મેંગ્નિઝ ભારે માત્રામાં મળી આવે છે. દિવસ દરમિયાન તમે એક કપ બીટનો જ્યુસ પી શકો છો.

3. પાલકનો જ્યુસ
શરીરમાં હિમોગ્લોબિનનો સ્તર ઓછુ થવા પર તમે પાલકનો જ્યુસ અથવા સ્મૂદી પી શકો છો. સામાન્ય રીતે શિયાળામાં પાલક વધારે જોવા મળે છે. પરંતુ તમારે હિમોગ્લોબિનની ઉણપ હોય તો ગરમીમાં પણ પાલકના જ્યુસનું સેવન કરી શકો છો. પાલકમાં આયર્ન, વિટામિન એ, વિટામિન સી જેવા પોષક તત્વોથી ભરપુર હોય છે. આ શરીરમાં લોહીની માત્રા વધારવામાં મદદ કરે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow