આરોગ્યની પડી હોય તો આ વસ્તુઓ ફ્રીઝમાં રાખવાની આદત બદલી નાખજો, હેલ્થ માટે ખતરનાક

આરોગ્યની પડી હોય તો આ વસ્તુઓ ફ્રીઝમાં રાખવાની આદત બદલી નાખજો, હેલ્થ માટે ખતરનાક

સામાન્ય રીતે આપણે ત્યાં મોટા ભાગની મહિલાઓ માર્કેટમાંથી ફળ અને શાકભાજી લાવીને તેને ફ્રીઝમાં મૂકી દે છે, થી તે ફ્રેશ રહે.જો તમારા ખાવામાં કોઇ વસ્તુ વધી હોય તો તેને પણ ફ્રીઝમાં જ સ્ટોર કરવામાં આવતી હશે, જેથી બાદમાં તે ખાઇ શકાય, પરંતુ તમને કદાચ એ ખ્યાલ નહીં હોય કે ફ્રીઝમાં સ્ટોર કરેલી વસ્તુ તમારું આરોગ્ય બગાડી શકે છે. કેટલીક વસ્તુઓ એવી છે, ફ્રીઝમાં રાખ્યા બાદ તમારા આરોગ્યને તો બગાડશે જ, ઉપરાંત તેને ‌ફ્રીજમાં રાખવાથી તેનો સ્વાદ પણ ઘટી જશે.

ટામેટાંઃ
મહિલાઓ સામાન્ય રીતે ટામેટાંને ફ્રીઝમાં સ્ટોર કરીને રાખે છે, તેમાં પાણીની માત્રા ઓછી હોય છે. તેથી ઠંડા તાપમાનમાં ઝડપથી ખરાબ થઇ જાય છે. ફ્રીઝમાં રાખેલાં ટામેટાંનો રંગ બદલાઇ જાય છે. આવાં ટામેટાંનો ઉપયોગ શાક બનાવવા માટે કરવામાં આવે તો હેલ્થ બગડે છે.

બ્રેડઃ
જો તમે બ્રેડને ફ્રીઝમાં સ્ટોર કરતાં હો તો તે તમારા હેલ્થ માટે ખતરનાક છે. ફ્રીઝમાં રાખવાથી બ્રેડ સુકાઇ જાય છે અને તેનો સ્વાદ પણ બદલાઇ જાય છે. તે આરોગ્ય માટે હાનિકારક છે.

બટાકાઃ
ઠંડા તાપમાનમાં બટાકા રાખવાથી તેમાં રહેલ સ્ટાર્ચ શુગરમાં પરિવર્તિત થઇ જાય છે, જે પેટમાં કેટલીક સમસ્યાઓ ઊભી કરે છે. જો તમે ડાયા‌િબટીસના દર્દી હો તો ભૂલથી પણ ફ્રીઝમાં રાખેલા બટાકા ન ખાઓ.

મધઃ
મધને ફ્રીઝમાં રાખવાથી તેમાં ક્રિસ્ટલ બનવા લાગે છે અને જામી પણ જાય છે. તમે જ્યારે તેને જમવામાં યુઝ કરો છો તો તેનો સ્વાદ પણ આવતો નથી. મધને રૂમ ટેમ્પરેચર પર રાખવું જ યોગ્ય છે.

તરબૂચઃ
ગરમીની ‌સિઝનમાં તરબૂચ ખાવાનું દરેકને પસંદ પડે છે, પરંતુ તેને ઠંડું કરવા માટે લોકો તેને ‌ફ્રીઝમાં સ્ટોર કરે છે, તેમાં રાખેલ તરબૂચ ખાવાથી તેમાં રહેલાં પૌષ્ટિક તત્ત્વો ખતમ થઇ જાય છે.

કોફીઃ
કોફીને ફ્રીઝમાં રાખવાથી તેની બધી ફ્રેશનેસ ખતમ થઇ જાય છે, સાથે-સાથે તેની સુગંધ પણ જતી રહે છે. ત્યારબાદ ઘણી બીમારીઓનું કારણ બને છે.

કેળાંઃ
કેળાંને નોર્મલ ટેમ્પરેચર પર જ રાખવાં જોઇએ. ફ્રીઝમાં રાખવામાં આવતાં કેળાં ઝડપથી કાળાં પડવા લાગે છે. કેળાંને રૂમ ટેમ્પરેચર પર પ્લા‌િસ્ટકની પોલી બેગમાં ઢાંકીને રાખો.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow