પેકેટ પર દહીં લખ્યું તો CM સ્ટાલિને કહ્યું- હિંદી ના થોપો, હવે તાયિર લખાશે

પેકેટ પર દહીં લખ્યું તો CM સ્ટાલિને કહ્યું- હિંદી ના થોપો, હવે તાયિર લખાશે

તમિલનાડુમાં દહીંનાં નામ પર હવે રાજકારણ ગરમાયું છે. રાજ્યના દૂધ ઉત્પાદક સંઘ આવિને જણાવ્યું કે, તે તેમના પેકેટ પર દહીં શબ્દ નહીં લખે. તેની જગ્યાએ તમિલ શબ્દ તાયિરનો જ ઉપયોગ કરશે.

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ પેકેટ પર કર્ડ હટાવીને દહીં લખવાના સૂચનો આપ્યા હતા. તેના પછી તમિલનાડુના લોકો તેના વિરોધમાં ઉતરી આવ્યા હતા.

મુખ્યમંત્રી એમકે સ્ટાલિને પણ તેનો વિરોધ કર્યો છે. તેમણે દક્ષિણ ભારતના લોકો પર હિંદી થોપવાનો આરોપ લગાવ્યો છે. સરકારની દખલગિરી પછી રાજ્યના દૂધ વિકાસ મંત્રી એસએમ નસરે FSSAIને પત્ર લખ્યો છે.

મુખ્યમંત્રીએ શું કહ્યું?
મુખ્ય પ્રધાન સ્ટાલિને એક ન્યૂઝ રિપોર્ટને ટાંકીને જણાવ્યું હતું કે, હિંદી લાગૂ કરવાની જીદ એટલી હદ સુધી પહોંચી ગઈ કે, અમને કર્ડના પેકેટને પણ હિંદીમાં કરવાના સૂચનો આપવામાં આવી રહ્યા છે. જેના કારણે અમારા દક્ષિણ રાજ્યોની ભાષા પાછલ પડી રહી છે. અમારી માતૃભાષાનું અપમાન કરનારાઓને રાજ્ય બહાર ફેંકી દેવામાં આવશે.

રાજ્યના દૂધ વિકાસ મંત્રીનો તર્ક- દહીં અને કર્ડ બંને અલગ
રાજ્યના દુધ વિકાસ પ્રધાને FSSAIને આ નોટિફિકેશનને પરત લેવાની માગ કરી છે. નસરે જણાવ્યું હતું કે, રાજ્યમાં હિંદી માટે કોઈ સ્થાન નથી. તેમણે તર્ક આપ્યો કે, કર્ડ એક જનરિક ટર્મ છે, જેનો ઉપયોગ કોઈપણ ભાષામાં કરી શકાય છે. જ્યારે દહીં એક સ્પેશિયલ પ્રોડક્ટ હોય છે, જેનો સ્વાદ કર્ડ કરતા અલગ હોય છે. મંત્રીએ FSSAIને ઓગસ્ટ પહેલા નામ બદલવાનો સૂચનો આપ્યા છે.

ભાજપના નેતા પણ કરી રહ્યા છે વિરોધ
તમિલનાડુ ભાજપ યુનિટના પ્રમુખ કે. અન્નામલાઈએ પણ નોટિફિકેશનને પાછી લેવાની માગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આ પગલું પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહન આપવાની કેન્દ્રની નીતિ સાથે મેળ નથી ખાતી.

બીજી તરફ રાજ્યના અન્ય એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આવિન નામના તમિલનાડુ સહકારી દુધ ઉત્પાદક સંઘ દહીં માટે તાયિર શબ્દનો જ ઉપયોગ કરશે અને FSSAIને પણ આ સંબંધમાં નોટિસ મોકલી છે.

આ વિવાદ નવો નથી
તમિલનાડુમાં હિંદી ભાષા પર વિવાદ નવો નથી. તમિલનાડુ લાંબા સમયથી દક્ષિણના રાજ્યો પર હિંદી લાદવાનો વિરોધ કરી રહ્યું છે. 60ના દાયકામાં રાજ્યમાં હિંદી વિરોધી પ્રદર્શન પણ થયા હતા અને તત્કાલિન કેન્દ્ર સરકારે રાજ્યને વિશ્વાસ અપાવ્યો હતો કે, કેન્દ્ર અને દક્ષિણના રાજ્યો વચ્ચેની સત્તાવાર ભાષા અંગ્રેજી માન્ય રહેશે.

તમિલનાડુ પ્રવાસી મજૂરોની રાહ જોઈ રહ્યું છે. દર વર્ષે હોળી મનાવવા માટે પોતાના રાજ્યોમાં પરત ફરનારા ઉત્તર ભારતના મજૂરોમાંથી અંદાજે 2 લાખ પરપ્રાંતિય શ્રમિકો પરત ફર્યા નથી. તેના કારણે રાજ્યની ગારમેન્ટ અન્ય મેન્યુફેક્ચરિંગ યુનિટ્સના હબ કોઇમ્બતૂર અને ત્રિપુરમાં હોળી પછીથી અત્યાર સુધીના એક પખવાડિયામાં ઉત્પાદનમાં અંદાજે 20 ટકા સુધીનું નુકસાન થયું છે.

Read more

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ખાસ ચર્ચામાં લગભગ દોઢ કલાક ભાષણ આપ્યું. સાંજે 7 વાગ્યે જ્યારે તે

By Gujaratnow