હાથ કે પગમાં કાળો દોરો બાંધ્યો હોય તો ખાસ ચેક કરી લેજો તમારી રાશિ, નહીંતર ફાયદો નહીં નુકસાન કરાવશે

હાથ કે પગમાં કાળો દોરો બાંધ્યો હોય તો ખાસ ચેક કરી લેજો તમારી રાશિ, નહીંતર ફાયદો નહીં નુકસાન કરાવશે

તમે અવાર-નવાર ઘણા લોકોના ગળા, હાથ અને પગમાં કાળો દોરો બાંધેલો જોયો હશે. આ કાળો દોરો માન્યતા મુજબ લોકો ખરાબ નજર અને શનિ દોષમાંથી બચવા માટે બાંધે છે. જ્યોતિષ શાસ્ત્ર પણ કાળો દોરો પહેરવાને લઇને ઘણા ફાયદા જણાવે છે. લાલ બુક અને જ્યોતિષમાં પણ કાળા દોરાના ઉપાય અને મહત્વ જણાવવામાં આવ્યું છે, પરંતુ એવુ નથી કે તેને પહેરવાથી માત્ર ફાયદો જ થાય. ક્યારેક કાળો દોરો નુકસાન પણ પહોંચાડે છે.

 કાળો દોરો પહેરવાના ફાયદા

શનિ ગ્રહનો રંગ કાળો હોય છે. કાળો દોરો પહેરવાથી તમારી કુંડળીમાં શનિ ગ્રહ મજબૂત થશે. આ ઉપરાંત આ તમને નકારાત્મક નજરથી પણ બચાવે છે. કાળો દોરો પહેરવાથી તમે ખરાબ નજરથી બચી જાઓ છો. એટલું જ નહીં, આ શનિ દોષમાંથી પણ મુક્તિ અપાવે છે.

કાળો દોરો પહેરવાના નુકસાન

એકબાજુ કાળો દોરો પહેરવાથી ફાયદો થાય છે, તો અમુક લોકોને આ પહેરવાથી નુકસાન પણ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ વૃશ્વિક અને મેષ રાશિના જાતકોએ કાળો દોરો ના બાંધવો જોઈએ. વૃશ્વિક રાશિનો સ્વામી મંગળ છે અને મંગળનો રંગ લાલ છે. માનવામાં આવે છે કે મંગળને કાળા રંગથી નફરત છે. તેથી વૃશ્વિક રાશિના જાતકોએ કાળો દોરો બિલ્કુલ પણ ના પહેરવો જોઈએ. આ જ સ્થિતિ મેષ રાશિની છે. જેનો પણ સ્વામી મંગળ છે. જેના કારણે આ રાશિના જાતકોએ પણ કાળો દોરો બાંધવો ના જોઈએ. જ્યોતિષ મુજબ આ રાશિના જાતકોને ધન, માન-સન્માન અને સ્વાસ્થ્યનુ નુકસાન થઇ શકે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow