ICC 10 મિલિયન યુએસ ડોલરની ઇનામી રકમ વિતરણ કરશે

ICC 10 મિલિયન યુએસ ડોલરની ઇનામી રકમ વિતરણ કરશે

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ શુક્રવારે ભારતમાં 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ માટે ઈનામી રકમની જાહેરાત કરી છે. આ વખતે વર્લ્ડ ચેમ્પિયનને લગભગ રૂ. 33 કરોડ (4 મિલિયન યુએસ ડોલર)ની ઇનામી રકમ મળશે, જ્યારે રનરઅપને આશરે રૂ. 16.58 કરોડ (2 મિલિયન યુએસ ડોલર) મળશે.

આ વખતે ICC લગભગ રૂ. 83 કરોડ (10 મિલિયન યુએસ ડોલર)ની ઈનામી રકમનું વિતરણ કરવા જઈ રહ્યું છે. કાઉન્સિલે જુદા જુદા રાઉન્ડ માટે અલગ-અલગ ઈનામી રકમ નક્કી કરી છે.

સેમિફાઈનલમાં હારેલી ટીમને 6 કરોડ રૂપિયા
વિજેતા અને ઉપવિજેતા સિવાય, વર્લ્ડ કપની સેમિફાઈનલમાં હારનાર ટીમને લગભગ 6 કરોડ રૂપિયા અને ગ્રુપ સ્ટેજમાંથી બહાર રહેનાર ટીમને લગભગ 82 લાખ રૂપિયા મળશે.

આ વખતે જાહેર કરવામાં આવેલી ઈનામી રકમ ગત સિઝન જેટલી જ છે. કાઉન્સિલે આશરે રૂ. 83 કરોડની અગાઉની ઈનામી રકમમાં કોઈ ફેરફાર કર્યો નથી. ગત સિઝનની ચેમ્પિયન ઇંગ્લેન્ડને પણ લગભગ 33 કરોડ રૂપિયા મળ્યા છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow