હું તને લાઇક કરું છું, કહી તરુણી સાથે અડપલાં કર્યાં

હું તને લાઇક કરું છું, કહી તરુણી સાથે અડપલાં કર્યાં

શહેરના ટ્યૂશન ક્લાસીસના શિક્ષકે 16 વર્ષની તરુણી સાથે શારીરિક અડપલાં કરી ગુરુ-શિષ્યના સંબંધને લાંછન લગાવતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. કોઠારિયા રોડ, ન્યૂ સાગર સોસાયટીમાં આવેલા જીનિયસ ક્લાસીસ ચલાવતા સંજય તુલસી ભંડેરી સામે કોઠારિયા રિંગ રોડ વિસ્તારમાં રહેતા તરુણીના પિતાએ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રૌઢે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની 16 વર્ષીય પુત્રી ધો.10ની બોર્ડ પરીક્ષામાં એક વિષયમાં નાપાસ થઇ હતી. પુત્રી વિશે જમાઇને વાત કરતા તેને સંકલ્પ સ્કૂલની સાથે ક્લાસીસ ચલાવતા સંજય ભંડેરીનો સંપર્ક કરાવ્યો હતો. તે સમયે શિક્ષક એવા સંજય ભંડેરીએ પુત્રી પાસ થઇ જશે તેવી ખાતરી આપી હતી અને તેને ધો.11 સાયન્સનો અભ્યાસ પણ સાથે સાથે કરાવીશ જેથી તેને રિવિઝન થઇ જાય તેવી વાત કરી હતી.

શિક્ષક સંજય ભંડેરીની વાતથી પોતે સહમત થઇ જતા પુત્રી છેલ્લા દસેક દિવસથી બપોરે સંકલ્પ સ્કૂલમાં ધો.11નો અભ્યાસ કરવા જતી હતી અને સાંજે સ્કૂલેથી છૂટ્યા બાદ સંજય ભંડેરીના જીનિયસ ક્લાસીસમાં જતી હતી.

ત્યારે સ્કૂલે અને ક્લાસમાં જતી પુત્રીએ સોમવારે વાત કરી કે શિક્ષક સંજય ભંડેરીએ ગત શનિવારે પોતે સાંજે ક્લાસમાં ગઇ ત્યારે તેને હું તને લાઇક કરું છું, તેમ કહી પોતાનો હાથ પકડી શારીરિક છેડછાડ કર્યાની ફરિયાદ પોતાને તેમજ જમાઇને કરી હતી.

આ વાતથી રોષે ભરાયેલા જમાઇ તુરંત સંજય ભંડેરી પાસે દોડી ગયા હતા અને મેથીપાક ચખાડ્યો હતો. પોતે ક્લાસીસ દોડી ગયા બાદ બનાવની પોલીસમાં જાણ કરી હતી. ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ એમ.એમ. સરવૈયાએ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કોઠારિયા ગામના જાનકી પાર્કમાં રહેતા સ્કૂલ અને ક્લાસીસ સંચાલક એવા લંપટ ગુરુ સંજય ભંડેરીની ધરપકડ કરી છે.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow