'હું આઝાદ પક્ષી છું કેદી બનવા કરતાં મરવું ગમશે' AAPના નેતા ભગવંત માનના દાવા પર બોલ્યો ગેંગસ્ટર ગોલ્ડી બરાર

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યાનો માસ્ટરમાઈન્ડ ગોલ્ડી બરાડ અમેરિકામાં ઝડપાઈ ગયો હોવાના દાવાથી સીએમ ભગવંત માને કર્યો હતો અને હાલ એમના આ દાવાને કારણે લોકો તેને ધેરી રહ્યા છે. જણાવી દઈએ કે એક તરફ ભગવંત માને દાવો કર્યો હતો કે ગોલ્ડી બરાડને અમેરિકામાં કસ્ટડીમાં લેવામાં આવ્યો છે પણ હાલ જ ગેંગસ્ટરે પોતે એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે તે આઝાદ ફરે છે.
હાલ જ પંજાબી પત્રકાર રિતેશ લાખીની યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં ગોલ્ડી બરારે કહ્યું હતું કે હું એક આઝાદ પક્ષી છું. હું કેદી બનવા કરતાં મરવું પસંદ કરીશ.' જણાવી દઈએ કે 25 મિનિટની આ ઓડિયો ક્લિપમાં ગોલ્ડી બરારે કહ્યું કે કોણ કહે છે કે મારી અટકાયત કરવામાં આવી છે, હું આઝાદ ફરું છું.' વાત અંહિયા પૂરી નથી થતી તેણે ભારતની પોલીસને પણ પડકાર ફેંક્યો હતો કે જો હિંમત હોય તો તેને પકડીને બતાવે.
ગોલ્ડી બરારને અમેરિકામાં કસ્ટડીમાં લેવામાં આવ્યો - ભગવંત માન
જો કે, યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં ગોલ્ડી બરારનો અવાજ એ જ છે કે કેમ તેની પુષ્ટિ થઈ શકી નથી. અને આ વાતને લઈને વિપક્ષે ભગવંત માન પર ખોટા દાવા કરવાનો આરોપ લગાવતા પ્રહારો શરૂ કર્યા છે અને આમ આદમી પાર્ટી બેકફૂટ પર આવી ગઈ છે. જણાવી દઈએ કે ભગવંત માને 2 ડિસેમ્બરે દાવો કર્યો હતો કે ગોલ્ડીને અમેરિકામાં કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તેમના પર પંજાબના કુખ્યાત ગેંગસ્ટર પર સિદ્ધુ મુસેવાલાની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે. સાથે જ આ મામલામાં મુખ્ય આરોપી લોરેન્સ બિશ્નોઈ પણ તેનો ગુનેગાર હોવાનું કહેવાય છે.
મજીઠિયાએ ભગવંત માન પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો
યુટ્યુબને આપેલા ઈન્ટરવ્યુમાં ગોલ્ડી બરારે કહ્યું કે મને કસ્ટડીમાં લઈ લીધો છે એ વાત ખોટી છે, હું અમેરિકા પણ ગયો નથી અને પંજાબના સીએમ ભગવંત માને ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મીડિયાને જણાવ્યું હતું કે બરારની અમેરિકામાં અટકાયત કરવામાં આવી છે. આ પછી પંજાબ સરકારના અધિકારીઓએ મીડિયાકર્મીઓને ત્યાં સુધી કહ્યું હતું કે થોડા સમય પછી સીએમ જણાવશે કે બરારને કેવી રીતે કસ્ટડીમાં લેવામાં આવ્યો અને સમગ્ર ઓપરેશન કેવી રીતે ચાલ્યું. આ વાત પર અકાલી દળના નેતા બિક્રમજીત સિંહ મજીઠિયાએ ભગવંત માન પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો છે.
AAP બેકફૂટ પર આવી, કહ્યું- કેન્દ્ર હવે આગળની કાર્યવાહી કરશે
હવે AAPના મુખ્ય પ્રવક્તા માલવિંદર સિંહ કાંગે ભગવંત માનના બચાવની જવાબદારી લીધી છે. જણાવી દઈએ કે સીએમના દાવા અંગે કાંગે કહ્યું કે કેસની સંપૂર્ણ વિગતો કેન્દ્ર સરકાર સાથે જ શેર કરી શકાય છે.'મજીઠિયાને મારો પ્રશ્ન એ છે કે તમે એવા ઓડિયો પર કેવી રીતે વિશ્વાસ કરી શકો કે જેમાં વક્તા પોતાને બરાર કહેતો હોય. આ સામે તમને રાજ્યના સીએમની વાત પર વિશ્વાસ નથી. મજીઠિયાને માહિતી જોઈતી હતી કારણ કે તે જાણવા માગે છે કે આ મામલે તપાસ કેવી રીતે આગળ વધી રહી છે પણ હવે આગળનું પગલું કેન્દ્ર સરકારે લેવાનું છે કારણ કે તે બે દેશો વચ્ચેનો મામલો છે.