હવે ગ્રાહકોને મોંઘા રાંધણ ગેસથી મળશે છુટકારો, બસ ઘરે લઈ આવો આ એક નાનકડી વસ્તુ

હવે ગ્રાહકોને મોંઘા રાંધણ ગેસથી મળશે છુટકારો, બસ ઘરે લઈ આવો આ એક નાનકડી વસ્તુ

જો તમે મોંઘા રાંધણ ગેસથી છૂટકારો મેળવવા માંગો છો તો તમારે તમારા ઘરમાં એક વસ્તુ લાવવી પડશે. જેના દ્વારા તમે તમારા ખિસ્સાનો બોજ ઓછો કરી શકશો. કારણ કે આજના સમયમાં વધતી જતી મોંઘવારીને કારણે ઘરેલુ રાંધણ ગેસના ભાવ તમારા ખિસ્સા પર વધુ બોજ નાખી રહ્યા છે.

તમે તેનાથી છુટકારો આ રીતે મળવી શકો છો. આ માટે તમારે તમારા ઘરમાં સોલર સ્ટવ લાવવો પડશે. સરકારી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને સૂર્ય નૂતન નામનો સોલર સ્ટવ વિકસાવ્યો છે. આ સોલર સ્ટવ રસોઈ માટે ઉત્તમ છે. તમે તેને રસોડામાં રાખીને સરળતાથી ઉપયોગ કરી શકો છો.

બે યુનિટ સાથે આવે છે આ સોલર સ્ટવ
સૂર્ય નૂતન સોલર સ્ટોવ બે યુનિટ સાથે આવે છે. તેનું એક યુનિટ તડકામાં રાખવું પડે છે, જે ચાર્જ કરતી વખતે કૂકિંગ મોડ આપે છે. તમે તમારા રસોડામાં બીજું યુનિટ ઇન્સ્ટોલ કરી શકો છો. તમે સ્ટોવનો ઉપયોગ તમારી અનુકૂળતા મુજબ રસોડામાં અથવા ગમે ત્યાં મૂકીને કરી શકો છો.

સૂર્ય નૂતન એક રિચાર્જેબલ અને ઇન્ડોર કૂકિંગ સિસ્ટમ છે જે સૌર ઉર્જા પર ચાલે છે. તે ઈન્ડિયન ઓઈલના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર, ફરીદાબાદ દ્વારા ડિઝાઈન અને ડેવલપ કરવામાં આવ્યું છે. સોલાર નૂતન સ્ટોવને ઈન્ડિયન ઓઈલ દ્વારા પેટન્ટ પણ આપવામાં આવી છે.

જાણો કેટલી છે તેની કિંમત
સૂર્ય નૂતન સ્ટોવને તમે માર્કેટથી ખરીદી શકો છો. તેના બેસ મોડલને ખરીદવા માટે તમારે 12 હજાર રૂપિયા ખર્ચ કરવા પડશે. ત્યાં જ જો તમને તેનું ટોપ મોડલ ખરીદવા માંગો છો તો તમારે 23,000 રૂપિયા ખર્ચ કરવા પડશે. જોકે ઈન્ડિયન ઓઈલનું કહેવુમ છે કે આવનાર સમયમાં તેની કિંમતોમાં ખૂબ ઘટાડો જોવા મળી શકે છે. સૂર્ય નૂતન એક મોડ્યુલર સિસ્ટમ છે. તેને જરૂરિયાતના હિસાબથી ડિઝાઈન કરવામાં આવ્યું છે.

હાઈબ્રિડ મોડ પર પણ કરે છે કામ
સૂર્ય નૂતન સ્ટોવ હાઇબ્રિડ મોડ પર પણ કામ કરે છે. મતલબ કે આ સ્ટોવમાં સૌર ઉર્જા સિવાય વીજળીના અન્ય સ્ત્રોતોનો પણ ઉપયોગ કરી શકાય છે. સૂર્ય નૂતનની ઇન્સ્યુલેશન ડિઝાઇન સૂર્યના કિરણ અને તાપની ગરમીના નુકસાનને ઘટાડે છે. સૂર્યા નૂતન ત્રણ અલગ-અલગ મોડલમાં ઉપલબ્ધ છે. તેનું પ્રીમિયમ મોડલ ચાર જણના પરિવાર માટે સંપૂર્ણ ભોજન (નાસ્તો + લંચ + ડિનર) બનાવી શકે છે.

પીએમ મોદીએ કંપનીને ફેંક્યો હતો પડકાર
ઈન્ડિયન ઓઈલનું કહેવું છે કે તેણે વડાપ્રધાન તરફથી મળેલા પડકારથી પ્રેરિત થઈને ડેવલોપ કર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 25 સપ્ટેમ્બર 2017ના રોજ તેમના સંબોધનમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના અધિકારીઓને રસોડામાં એવા ઉકેલ વિકસાવવા પડકાર ફેંક્યો હતો, જે વાપરવામાં સરળ હોય અને પરંપરાગત ચૂલાને બદલી શકે. જેથી ગ્રાહકોની સમસ્યાઓને સરળ બનાવી શકાય.

Read more

TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરના જામીન મંજૂર

TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરના જામીન મંજૂર

રાજકોટમાં ચકચારી TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો જીવતા ભુંજાઈ ગયા હતા. જે ઘટનાના દોઢ વર્ષમાં જ તમામ 15 આરોપીઓ જામીન પર મુક્ત થઈ ગયા છે. ટીઆરપી ગે

By Gujaratnow
રાજકોટના ક્રિસ્ટલ મોલમાં મંજૂરી વગર 'લાલો' ફિલ્મનું પ્રમોશન

રાજકોટના ક્રિસ્ટલ મોલમાં મંજૂરી વગર 'લાલો' ફિલ્મનું પ્રમોશન

રાજકોટના ક્રિસ્ટલ મોલમાં ગઈકાલે (2 ડિસેમ્બર) લાલો ફિલ્મના પ્રમોશન દરમિયાન થયેલી અફરાતફરી મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. ક્રિ

By Gujaratnow
દાંતામાં કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીનો વાણી વિલાસ

દાંતામાં કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીનો વાણી વિલાસ

કોંગ્રેસની જન આક્રોશ યાત્રા બનાસકાંઠા જિલ્લાના દાંતામાં પહોચી હતી. જન આક્રોશ યાત્રા દરમિયાન કોંગ્રેસના દાંતા-અમીરગઢના ધારાસભ્ય કાંતિ ખરાડી

By Gujaratnow