હુમલો-લૂંટ કેસના આરોપીને કલોલ કોર્ટે 10 વર્ષની સજા ફટકારી

હુમલો-લૂંટ કેસના આરોપીને કલોલ કોર્ટે 10 વર્ષની સજા ફટકારી

ગાંધીનગર જિલ્લાની કલોલ કોર્ટમાં નામદાર એડિશનલ જજ ડી.વી. શાહ દ્વારા લૂંટ અને હુમલાના કેસમાં સેક્સ મેનિયાક વિજય ઠાકોરને 10 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે . ઉલ્લેખનીય છેકે આ રીઢો આરોપીને ભૂતકાળમાં પોક્સોના ત્રણ ગુનામાં કોર્ટે ફટકારેલી ફાંસી અને આજીવન કેદની સજા જેલમાં ભોગવી રહ્યો છે.

સાયકો આરોપીએ ધોકા વડે માથાના પાછળના અને કપાળના ભાગે ઘા મા કેસની હકીકત મુજબ, કલોલના વાંસજડા ગામના સેક્સ મેનિયાક વિજયજી પોપટજી ઠાકોરે ગત તા. 5 જૂન 2021ના રોજ બોરીસણાથી રામનગરના રોડ પર સાયોના ફેક્ટરી નજીક નાળિયામાં ભીખીબેન ઠાકોરને શિકાર બનાવ્યા હતાં. આરોપીએ ભારો ચઢાવવાના બહાને ભીખીબેનને નાળિયામાં લઈ જઈ એકલતાનો લાભ લઈને ધોકા વડે માથાના પાછળના અને કપાળના ભાગે ઘા મારી ઈજા પહોંચાડી હતી.

આરોપીએ લૂંટ કરી હતી બાદમાં ભીખીબેનના પગમાં પહેરેલા આશરે 500 ગ્રામ વજનના કડલા કિંમત રૂ. 35 હજારની લૂંટ કરી હતી અને પોતાનું નંબર વગરનું બાઇક લઈને ફરાર થઈ ગયો હતો. આ મામલે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.

આરોપી પર 6 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા જે કેસ કલોલ એડિશનલ સેશન્સ જજ ડી.વી. શાહની કોર્ટમાં ચાલ્યો હતો. ત્યારે સરકાર પક્ષે એપીપી જીગ્નેશ જોષી દ્વારા આરોપી વિરુદ્ધ દાખલ થયેલા જુદા જુદા ગુનાઓની માહિતી રજૂ કરવામાં આવી હતી. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે, હાલના આરોપી વિજયજી ઠાકોર સામે ઉક્ત ગુના સિવાય સાંતેજ પોલીસ સ્ટેશનમાં પાંચ, કડી પોલીસ સ્ટેશનમાં એક મળીને કુલ 6 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તેમાં મોટાભાગના ગુનાઓ આ જ પ્રકારના અથવા તેનાથી પણ વધુ ગંભીર પ્રકારના છે.

Read more

દુનિયાના 5 શક્તિશાળી દેશોનું ગ્રુપ બનાવી રહ્યા છે ટ્રમ્પ

દુનિયાના 5 શક્તિશાળી દેશોનું ગ્રુપ બનાવી રહ્યા છે ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત, રશિયા, ચીન અને જાપાન સાથે એક નવો ગ્રુપ કોર ફાઈવ (C5) લાવવા પર વિચાર કરી રહ્યા છે. અમેરિકી વે

By Gujaratnow
ગોંડલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકનું કારની ઠોકરે મોત નીપજ્યું, ઘરે જતા સમયે અકસ્માત સર્જાયો હતો

ગોંડલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકનું કારની ઠોકરે મોત નીપજ્યું, ઘરે જતા સમયે અકસ્માત સર્જાયો હતો

ભાર્ગવ ગોવિંદભાઈ રાઠોડ (ઉં.વ.21) આજે સવારે 10 વાગ્યા આસપાસ વાહન લઈને જતો હતો ત્યારે સરધાર ગામ પાસે અજાણ્યા ફોરવ્હીલ ચાલકે હડફેટે લેતા મા

By Gujaratnow
રાજકોટની ઓફિસમાં સાઇકો કિલરની જેમ મહિલા પર તૂ઼ટી પડ્યો

રાજકોટની ઓફિસમાં સાઇકો કિલરની જેમ મહિલા પર તૂ઼ટી પડ્યો

રાજકોટના શીતલપાર્ક નજીક ધ સ્પાયર-2 બિલ્ડિંગમાં ઓફિસમાં મહિલાને માર મારતા જૂન, 2025ના CCTV ફૂટેજ સામે આવ્યા છે. મહિલાએ ધંધામાં ધ્યાન આપવાનું કહે

By Gujaratnow
'ધુરંધર'ના ડાયલોગ સામે ગુજરાતના બલોચ સમાજે બાંયો ચઢાવી

'ધુરંધર'ના ડાયલોગ સામે ગુજરાતના બલોચ સમાજે બાંયો ચઢાવી

તાજેતરમાં આદિત્ય ધર નિર્દેશિત રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ 'ધુરંધર'માં સંજય દત્ત દ્વારા બોલાયેલા એક ડાયલોગને લઈને જૂનાગઢમાં વસતા બલો

By Gujaratnow