દરિયાઈ મોજામાં ડૂબ્યું જંગી જહાજ!

દરિયાઈ મોજામાં ડૂબ્યું જંગી જહાજ!

થાઈલેન્ડની ખાડીમાં રવિવારે મોડી રાત્રે થાઇ નેવીનું યુદ્ધ જહાજ ડૂબી ગયું હતું. જહાજમાં સવાર 107માંથી 78 ખલાસીઓને બચાવી લેવાયા છે. જેમાંથી 3 લોકો ગંભીર રીતે ઘાયલ છે. નેવીએ ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આ અંગેની માહિતી આપી છે કે 28 લોકો હજુ પણ પાણીમાં છે. તેમના બચાવ માટે ઓપરેશન ચાલી રહ્યું છે.

નેવી સ્પોક્સ પર્સન પોકરોંગ મોંથાટપાલિને જણાવ્યું હતું કે યુદ્ધ જહાજ HTMS સુખોથાઈ જ્યારે બેંગ સફાન જિલ્લા નજીક પેટ્રોલિંગ પર હતું ત્યારે તોફાનમાં ફસાઈ ગયું હતું. ઊંચા મોજાને કારણે યુદ્ધ જહાજ 60 ડિગ્રી સુધી નમી ગયું. આ પછી તે દરિયાના પાણીથી ભરાઈ ગયું. જેના કારણે પાવર કટ થઈ ગયો અને યુદ્ધ જહાજનું મુખ્ય એન્જિન બંધ થઈ ગયું.

આ પછી નેવીએ તરત જ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું. બચાવ માટે HTMS આંગથોંગ, HTMS ભૂમિબોલ અદુલ્યાલેજ, HTMS કરાબુરી અને બે હેલિકોપ્ટર મોકલવામાં આવ્યાં હતાં.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow