એચએસ પ્રણય ઈન્ડોનેશિયા ઓપનની સેમિફાઈનલમાં પ્રવેશ્યો

એચએસ પ્રણય ઈન્ડોનેશિયા ઓપનની સેમિફાઈનલમાં પ્રવેશ્યો

ભારતીય શટલર એચએસ પ્રણયે શુક્રવારે ઈન્ડોનેશિયાના જકાર્તામાં રમાઈ રહેલી ઈન્ડોનેશિયા ઓપનની મેન્સ સિંગલ ઇવેન્ટમાં સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. પ્રણયે ક્વાર્ટર ફાઈનલમાં જાપાનના કોડાઇ નારોકાને સતત બે ગેમમાં 18-21, 16-21થી પરાજય આપ્યો હતો.

બીજી તરફ, મેન્સ ડબલ્સમાં, સાત્વિકસાંઈરાજ અને ચિરાગ શેટ્ટીએ ક્વાર્ટર ફાઈનલ મેચમાં ઈન્ડોનેશિયાના ફજર અલ્ફિયાન અને મુહમ્મદ એડ્રિયાંટોની વર્લ્ડ રેન્ક-1 જોડીને હરાવી સેમિફાઈનલમાં જગ્યા બનાવી હતી.

એકતરફી મેચમાં પ્રણયે જીત મેળવી
એચએસ પ્રણયે એકતરફી જીત નોંધાવી હતી. 2 ગેમમાં પ્રણયે ત્રીજા ક્રમાંકિત કોડાઈ નારોકાને 18-21, 16-21થી હરાવ્યો હતો. પ્રણયે આસાનીથી ગેમ જીતી લીધી હતી. પ્રણયનો આગામી મુકાબલો શનિવારે ડેનમાર્કના વિક્ટર એક્સેલસન અને ચાઈનીઝ તાઈપેઈના ચાઉ ટિએન ચેન વચ્ચેના ક્વાર્ટર ફાઈનલના વિજેતા સાથે થશે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow