તમારા નામ પર કેટલા SIM એક્ટીવેટ, બસ 3 ક્લિકમાં મેળવી લો જાણકારી, નહીં પડે કોઈ દિવસ તકલીફ

તમારા નામ પર કેટલા SIM એક્ટીવેટ, બસ 3 ક્લિકમાં મેળવી લો જાણકારી, નહીં પડે કોઈ દિવસ તકલીફ

આ અંગે જાણકારી મેળવી શકાય છે. જેના માટે ખૂબ સરળ રીત છે. તમે એક સરકારી વેબસાઈટની મદદથી આવુ કરી શકો છો. આ કામ માટે તમારે ડિપાર્ટમેન્ટ ઑફ ટેલીકોમ્યુનિકેશનની એક વેબસાઈટની મદદ લેવી પડશે. તમારે સૌથી પહેલા ટેલીકોમ એનાલિટિક્સ ફૉર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર અથવા TAFCOPની વેબસાઈટ પર જવુ પડશે. જેના માટે તમે તમારા ફોન અથવા પીસીમાં https://tafcop.dgtelecom.gov.in/ વેબસાઈટને ઓપન કરી શકો છો.

નંબરને બંધ કરાવવાની રિકવેસ્ટ અહીં નોંધાવી શકશો

પછી તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવો પડશે. મોબાઈલ નંબર મુક્યા બાદ તમને એક ઓટીપી મળશે. જેની વેરિફાઈ કરી લો. પછી તમને તમારા નંબર પરથી લિન્ક બધા મોબાઈલ નંબરની જાણકારી અહીં દેખાશે. જો તમને લાગે છે કે  કોઈ નંબરને ખોટી રીતે જાહેર કરવામાં આવ્યો છે તો તમે તેને બંધ કરાવવાની રિક્વેસ્ટ અહીં નોંધાવી શકો છો. જેના માટે તમારે અનઑથોરાઇજ્ડ મોબાઈલ નંબરની સામે રિપોર્ટ અને બ્લોકના ઓપ્શન પર ક્લિક કરવુ પડશે.‌

આ સર્વિસ હાલ સિલેક્ટેડ રાજ્યોમાં જ છે

વેબસાઈટ મુજબ, આ સર્વિસ અત્યારે સિલેક્ટેડ રાજ્યોમાં જ છે. પરંતુ અમે તેને યાદીમાં રહેલ રાજ્યો સિવાય બીજા રાજ્યો માટે પણ ટ્રાય કર્યુ. આ અમારા માટે કામ કરી રહ્યું હતુ. એટલેકે મોટાભાગના રાજ્યોમાં આ સર્વિસ ચાલુ છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow