શરીર માટે કેટલી માત્રામાં કેલરી જરૂરી? આજે જ જાણી લો પરફેક્ટ કેલ્ક્યુલેશન અને રહો મોજમાં

શરીર માટે કેટલી માત્રામાં કેલરી જરૂરી? આજે જ જાણી લો પરફેક્ટ કેલ્ક્યુલેશન અને રહો મોજમાં

વજન ઘટાડવાની વાત આવે ત્યારે ડાયટિંગ અને એક્સર્સાઇઝ દ્વારા કેલરી ઇનટેક ઘટાડવી જરૂરી હોય છે. કેલરી ઊર્જાનું એવું એકમ છે, જે શારીરિક ઊર્જા સાથે જોડાયેલું છે. આપણે શ્વાસ લેવાથી હૃદય ધડકવા સુધીની ક્રિયાઓ કેલરી દ્વારા કરીએ છીએ તો આવો, આજે આપણે પરેશાન કરતી આ કેલરીનું કેલ્ક્યુલેશન સમજી લઈએ.

કેટલી માત્રામાં કેલરી લેવી જરૂરી છે? એ સમજો
આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર એક સ્વસ્થ મહિલાને રોજની ૧૮૦૦-૨૨૦૦ અને પુરુષને ૨૦૦૦-૨૫૦૦ કેલરીની જરૂર હોય છે. આવું એટલે કેમ કે મહિલાઓ પુરુષોની સરખામણીમાં વધુ કેલરી ખર્ચ કરે છે.

વજન ઘટાડવા માટે કેટલી કેલરી બર્ન કરવી પડે?
કેલરી ઇનટેક ઘટાડવા માટે વજન, ઉંમર અને સ્વાસ્થ્ય મુજબ સલાહ અપાય છે, વેઇટ વધુ હોય તો તમારે રોજ ૫૦૦થી ૧૦૦૦ કેલરી બર્ન કરવાની જરૂર હોય છે.

સવારનો નાસ્તો સૌથી જરૂરી
બ્રેકફાસ્ટ દિવસનું સૌથી જરૂરી ભોજન હોય છે, જે મેટાબોલિઝમ વધારે છે. આવા સંજોગોમાં ખોટો નાસ્તો વજન ઘટાડવામાં બાધારૂપ બની શકે છે. વજન ઘટાડવા માટે નાસ્તામાં પ્રોટીનયુક્ત આહાર લેવો જોઇએ. ધ્યાન રાખો કે દિવસભર તમારે કેટલી કેલરી બર્ન કરવાની છે, તેના ૧૫ ટકા નાસ્તામાં હોવા જોઇએ.

બપોરના ભોજનમાં શાકભાજી પર ભાર મૂકો
કેલરીનો લગભગ ૫૦ ટકા હિસ્સો લંચમાંથી ખર્ચાવો જોઇએ. આ માટે બપોરના ભોજનમાં કાર્બોહાઇડ્રેટ્સ, ચરબી, પ્રોટીન જેવા આહારનું સેવન કરો. આ માટે તમે શાકભાજી ખાઇ શકો છો.

સ્નેક્સ ખાસ લો
વજન ઘટાડવા અને કેલરી બર્ન કરવા માટે ૧૫ ટકા સ્નેક્સમાંથી પૂરું કરો. સાંજે કે બપોરના સ્નેક્સમાં ફળો, સૂકો મેવો, દૂધ, જ્યૂસ, બીન્સ કે લો કેલરી પેનકેક લો.

ડિનરમાં ઝીણું અનાજ લેવું સારું
બાકી બચેલા ૨૦ ટકા તમારે ડિનરમાંથી પૂરા કરવાના છે. ડિનરમાં તમે કાર્બનયુક્ત ઝીણું અનાજ લો, સાથે-સાથે સૂવાના બે કલાક પહેલાં ભોજન કરી લો. ડિનર બાદ ૧૫ મિનિટ ચાલવાથી પણ વજન ઘટાડવામાં મદદ મળશે, તેનાથી પાચનક્રિયા પણ ખૂબ જ સારી બનશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow