ન્યૂયર પાર્ટી માટે દીવ અને SOUમાં કેવો છે માહોલ? જુઓ હૉટેલો ફૂલ, તંત્રએ ઊભી કરી ખાસ વ્યવસ્થા
નવા વર્ષના આગમનને લઈને ગુજરાતના પ્રવાસન સ્થળો સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી, દિવના દરિયા સહિતના સ્થળોએ પ્રવાસીઓ મોજ માણી રહ્યા છે. જેને લઈને સ્થાનિક વેપારીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. 31 ડિસેમ્બરની ઉજવણી અને નવા વર્ષને વધાવવા માટે પ્રવાસીઓમાં અનેરો થનગનાટ દેખાઈ રહ્યો છે.

SOU પર નવા વર્ષની ઉજવણીને લઈને પ્રવાસીઓમાં ઉત્સાહ
સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ દેશ દુનિયાના લોકોમાં અનેરું આકર્ષક જમાવ્યું છે. ત્યારે આજે 31 ડિસેમ્બરને પગલે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સવારથી જ પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં 25 હજાર પ્રવાસીઓ નોંધાયા છે.

ત્યારબાદ બપોર પછી 30 હજારથી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવે તેવી શક્યતા વર્તાઈ રહી છે. બીજી બાજુ પ્રવાસીઓના આગમનને લીધે નજીકના તમામ હોટેલ, રેસ્ટોરેન્ટનું બુકિંગ હાઉસ ફૂલ થઈ ગયું છે.

હોટેલોના સંચાલકો દ્વારા પણ રાત્રીના સમયે ડિનર સાથે ડાન્સનું પણ આયોજન કરાયું છે. વધુમાં તંત્ર પણ એલર્ટ મોડમાં છે અને પ્રવાસીઓના ધસારાને લઈને તંત્રએ વધુ 95 બસની વ્યવસ્થા ઉભી કરી છે.
.jpg)
દિવમાં પ્રવાસીઓ કરશે 31 ડિસેમ્બરની ઉજવણી
આ ઉપરાંત નવા વર્ષની ઉજવણીને લઈને દીવમાં પણ ઉમટી રહ્યા છે અને પ્રવાસન સ્થળ દીવમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. દિવના દરિયા કિનારે અને ઐતિહાસિક સ્થળોએ પ્રવાસીઓ લટાર મારી રહ્યા છે.વધુમાં હજુ પણ સહેલાણીઓનો પ્રવાહ ધીરે ધીરે આવી રહ્યા જે મોડી રાત સુધી શરૂ રહેશે. ત્યારબાદ દિવમાં મોડી રાત્રે 31 ફર્સ્ટની શાનદાર ઉજવણી કરવામાં આવશે.