કેવી રીતે થયા અર્જુન અને સુભદ્રાના લગ્ન? શ્રીકૃષ્ણની શીખ

કેવી રીતે થયા અર્જુન અને સુભદ્રાના લગ્ન? શ્રીકૃષ્ણની શીખ

ઘર-પરિવારમાં જ્યારે પણ કોઈ સંતાનના લગ્નનો સંબંધ નક્કી કરવામાં આવે તો વર્તમાન અને વીતેલા સમયની જાણકારી લો અને સાથે જ છોકરા અને છોકરીના ભવિષ્યની સંભાવનાઓ ઉપર પર જરૂર ધ્યાન આપવું જોઈએ. જ્યારે અર્જુને સુભદ્રાનું અપહરણ કર્યું હતું, એ સમયે બલરામ અર્જુનને મારવા માંગતાં હતાં, ત્યારે આ વાત શ્રીકૃષ્ણએ પોતાના ભાઈને કહી હતી.

મહાભારતનો પ્રસંગ છે. સુભદ્રા શ્રીકૃષ્ણ અને બલરામની બહેન હતી. બલરામની ઈચ્છા હતી કે સુભદ્રાના લગ્ન દુર્યોધન સાથે થાય, પરંતુ સુભદ્રા અર્જુન સાથે લગ્ન કરવા માગતી હતી.

શ્રીકૃષ્ણ આ વાત જાણતાં હતાં. તેમને અર્જુનને કહ્યું કે તું સુભદ્રા સાથે લગ્ન કરી લે. શ્રીકૃષ્ણની વાત માનીને અર્જુને સુભદ્રાનું અપહરણ કરી લીધું,

જ્યારે આ ખબર બલરામને મળી તો તે ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બધા યદુવંશીઓને કહ્યું કે અર્જુન સાથે યુદ્ધની તૈયારી કરો. યદુવંશીઓએ યુદ્દની તૈયારી કરી લીધી, પરંતુ શ્રીકૃષ્ણ શાંતિથી આ બધુ જોઈ રહ્યાં હતાં.

બલરામે શ્રીકૃષ્ણને શાંત જોયા તો પૂછ્યું કે તમે ચુપચાપ શા માટે બેઠાં છો? તમારા કહેવાથી જ અમે અર્જુનને આટલું સન્માન આપ્યું, પરંતુ તેને અમારી સાથે દગો કર્યો છે.

શ્રીકૃષ્ણએ બલરામને કહ્યું કે આ સમયે તમે બધા ગુસ્સામાં છો. એટલા માટે આવી વાતો કરી રહ્યાં છો. તમે અર્જુનને મારી નાખશો તો તમારી જ બહેન વિધવા થઈ જશે. અર્જુન કુંતીપુત્ર છે, તે પણ સામાન્ય વ્યક્તિ નથી. આપણે પોતાની બહેન માટે યોગ્ય વર પસંદ કરવો જોઈએ. વર પસંદ કરતી વખતે તેના વર્તમાન અને ભૂતકાળની સાથે જ ભવિષ્યની સંભાવનાઓનું પણ ધ્યાન રાખવું જોઈએ. તમને દુર્યોધન પસંદ છે, પરંતુ મને ખબર છે કે દુર્યોધનનું ભવિષ્ય સારું નથી, તે અહંકારી છે, અધર્મી છે. જ્યારે અર્જુન ધર્મના માર્ગ ચાલનાર વ્યક્તિ છે. આપણે આ વાતથી ખુશ થવું જોઈએ કે સુભદ્રાએ એક યોગ્ય વરની પસંદગી કરી છે.

શ્રીકૃષ્ણની વાત સાંભળી બલરામનો ગુસ્સો શાંત થઈ ગયો. આ પ્રકારે અર્જુન અને સુભદ્રાના લગ્ન થયા અને બધાએ તેમને અપનાવી લીધા.

જીવન પ્રબંધન

આ પ્રસંગમાં શ્રીકૃષ્ણએ આપણને એ શીખ આપી છે કે ઘર-પરિવારમાં જ્યારે પણ કોઈ વ્યક્તિનો સંબંધ નક્કી થતો હોય ત્યારે આપણે ખૂબ જ સતર્ક રહેવું જોઈએ. પોતાના સંતાનના જીવનસાથી પસંદ કરતી વખતે વર્તમાન અને પાછલા સમયની જાણકારી જરૂર રાખવી જોઈએ, સાથે જ તેના ભવિષ્યની સંભાવનાઓનું પણ ધ્યાન રાખવું જોઈએ. ત્યારે જ આપણા સંતાનનું ભવિષ્ય સુખી બની શકે છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow