પોષણથી ભરપૂર હોય છે શિંગોડાં

પોષણથી ભરપૂર હોય છે શિંગોડાં

શિંગોડાંની સૌથી મોટી વિશેષતા એ છે કે એમાં કેલરી ઓછી અને પોષણ વધારે હોય છે તેમજ ફાઈબર પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. વજન ઘટાડવા માટે પણ શિંગોડાં ફાયદાકારક છે. અભ્યાસ અનુસાર, ફાઈબર ડાયટ લેવાથી બ્લડશુગર લેવલ અને કોલેસ્ટેરોલ કંટ્રોલમાં રહે છે.

100 ગ્રામ કાચાં શિંગોડાંમાં હોય છે આટલાં પોષકતત્ત્વો

  • કેલરી - 97
  • ચરબી - 0.1 ગ્રામ
  • કાર્બોહાઈડ્રેટ - 23.9 ગ્રામ
  • ફાઇબર - 3 ગ્રામ
  • પ્રોટીન - 2 ગ્રામ
  • પોટેશિયમ - RDIના 17%
  • મેંગેનીઝ - RDIના 17%
  • કોપર - RDIના 16%
  • વિટામિન B6 - RDIના 16%
  • રિબોફ્લેવિન - RDIના 12% લીલાં શિંગોડાં ફાયદાકારક.

શિંગોડાંથી બીપીનું જોખમ થાય છે ઓછું
હાઈ બ્લડપ્રેશર, હાઈ બ્લડ કોલેસ્ટેરોલ, સ્ટ્રોક અને હાઈ બ્લડ ટ્રાઈગ્લિસરાઈડ્સ જેવાં જોખમો હાર્ટના રોગની શક્યતા વધારે છે. પોટેશિયમ હાર્ટના રોગને ઘટાડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તો શિંગોડાંમાં પોટેશિયમમાં ખૂબ વધારે હોય છે. જે લોકોને હાઈ બ્લડપ્રેશરની બીમારી હોય તેઓ જ પોટેશિયમનું સેવન કરે છે તો રાહત મળે છે.

વજન ઓછું કરવામાં મદદરૂપ
શિંગોડાંમાં 74% પાણી હોય છે, તેથી હાઇ-વોલ્યુમ ફૂડની કેટેગરીમાં રાખવામાં આવે છે. હાઇ વોલ્યુમવાળા ફૂડમાં પોષણ વધારે હોય છે અને કેલરી ઓછી હોય છે. કેલરી ઓછી હોવા છતાં હાઇ-વોલ્યુમ ફૂડ ભૂખને કંટ્રોલ કરે છે, તેથી જો તમે વજન ઓછું કરવા ઇચ્છતા હોવ તો તમે શિંગોડાં ખાઈ શકો છો.

ચિંતા ઓછી કરે છે
ભારતમાં મેન્ટલ હેલ્થના રોગોની સંખ્યા વધતી જાય છે, જેમાં તનાવ, ચિંતા, ડિપ્રેશનનો સમાવેશ થાય છે. શિંગોડાંનું સેવન કરવામાં આવે તો મેન્ટલ હેલ્થની બીમારીઓ દૂર થાય છે.

કેન્સરનું જોખમ ઘટાડે
શિંગોડાંમાં એન્ટીઓક્સિડેન્ટ ફેરુલિક એસિડનું પ્રમાણ વધુ હોય છે. એક અભ્યાસ મુજબ, આ એસિડ કેન્સરનું જોખમ ઘટાડી શકે છે. ટેસ્ટ-ટ્યૂબ અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે ફેરુલિક એસિડ સાથે બ્રેસ્ટ કેન્સરના કોષોની સારવાર કરવાથી એની વૃદ્ધિ ધીમી પડી છે.

આ રહી શિંગોડાં ખાવાની રીત
શિંગોડાં ખાવા એકદમ સહેલાં છે. કાચાં ફળો ઉપરાંત એનો લોટ પણ કરિયાણાની દુકાનોમાં મળે છે. તમે એને ઓનલાઇન પણ ખરીદી શકો છો. તાજાં શિંગોડાં ખરીદવા અને એનું સેવન કરવું પણ ફાયદાકારક છે. તમે એને શાક તરીકે પણ ખાઈ શકો છો. લોકો નાસ્તા તરીકે એના લોટમાંથી બનાવેલા પરાઠા અથવા ખીર પણ ખાવાનું પસંદ કરે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow