ભારત-ફ્રાન્સના વેપાર સંબંધોને મજબૂત બનાવવામાં તેમના યોગદાન માટે સન્માનિત

ભારત-ફ્રાન્સના વેપાર સંબંધોને મજબૂત બનાવવામાં તેમના યોગદાન માટે સન્માનિત

ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરનને ફ્રાન્સના સર્વોચ્ચ સન્માન શેવેલિયર ડી લા લેજીઓન ડી'હોન્યુરથી નવાજવામાં આવ્યા છે. ભારત અને ફ્રાન્સ વચ્ચેના વેપાર સંબંધોને મજબૂત કરવામાં તેમના યોગદાન બદલ ફ્રાન્સે એન ચંદ્રશેખરને આ સન્માન આપ્યું છે.

ટાટા ગ્રુપે સત્તાવાર ટ્વિટર દ્વારા આ અંગેની માહિતી આપી છે. ગ્રુપે ટ્વીટ કર્યું કે અમારા અધ્યક્ષ એન ચંદ્રશેખરનને યુરોપ અને વિદેશી બાબતોના ફ્રેન્ચ પ્રધાન તરફથી શેવેલિયર ડે લા લેજીઓન ડી'હોન્યુર મળ્યું. ભારત અને ફ્રાન્સ વચ્ચેના વેપાર સંબંધોને મજબૂત કરવામાં તેમના યોગદાન બદલ તેમને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.

એન ચંદ્રશેખરનનું સન્માન કર્યા બાદ મંત્રી કેથરિન કોલોનાએ તેમને ફ્રાન્સના મિત્ર ગણાવ્યા. તેમણે ટ્વીટ કર્યું કે ટાટા કંપની ફ્રાન્કો-ઇન્ડિયન પાર્ટનરશિપની મુખ્ય ખેલાડી છે. મને પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ વતી, CEOને શેવેલિયર ડે લા લેજીઓન ડી'ઓન્યુરનું ચિહ્ન રજૂ કરવામાં આનંદ થાય છે. પ્રિય નટરાજન ચંદ્રશેખરન, તમે ફ્રાન્સના મિત્ર છો.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow