વ્યાજદરમાં વધારો છતાં જાન્યુ.-માર્ચમાં હોમ લોનની માંગમાં 42%નો વધારો થયો

વ્યાજદરમાં વધારો છતાં જાન્યુ.-માર્ચમાં હોમ લોનની માંગમાં 42%નો વધારો થયો

વૈશ્વિક સ્તરે સતત વધી રહેલા ફુગાવાને ડામવા માટે સેન્ટ્રલ બેન્કો દ્વારા વ્યાજદર વધારાનું હથિયાર અજમાવવામાં આવ્યું હતું. ભારતમાં પણ છેલ્લા એક વર્ષમાં વ્યાજદરમાં વધારો થયો છે પરંતુ તેની રિયલ એસ્ટેટ સેક્ટર પર કોઇ જ નેગેટિવ અસર અત્યાર સુધી જોવા મળી નથી તેનાથી વિપરીત ગ્રાહકોની ખરીદ શક્તિ વધવાના કારણે વધતા વ્યાજદર વચ્ચે પણ હોમલોનની માગમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે.

વ્યાજદરમાં વધારાની હોમ લોનની માંગ પર કોઈ અસર થઈ નથી. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર કરતા જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં હોમ લોનની માંગ 42% વધુ હતી. એક વર્ષ પહેલા એટલે કે જાન્યુઆરી-માર્ચ 2022 ની સરખામણીએ છેલ્લા ક્વાર્ટરમાં હોમ લોનની માંગ લગભગ 120% વધી છે. યુવાનો લોન લઈને ઘર ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. કંપનીએ દિલ્હી-એનસીઆર, બેંગલુરુ, પુણે, ચેન્નાઈ, હૈદરાબાદ જેવા 2000 થી વધુ લોકો પાસેથી તેમના મંતવ્યો જાણ્યા હતા.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow