આ દિવસે મનાવવામાં આવશે રંગોનો તહેવાર હોળી, ક્યારે થશે હોળીકા દહન?

આ દિવસે મનાવવામાં આવશે રંગોનો તહેવાર હોળી, ક્યારે થશે હોળીકા દહન?

હોળીનો તહેવાર માર્ચના બીજા અઠવાડિયામાં છે

હિન્દુ ધર્મમાં હોળી અને દિવાળીની ગણતરી મોટા તહેવારોમાં કરવામાં આવે છે. નવા વર્ષમાં સૌથી પહેલા હોળી આવશે. હિન્દુ પંચાગ મુજબ, ફાગણ મહિનાની પૂનમે પ્રદોષ કાળમાં હોળીકા દહન થાય છે અને તેના બીજા દિવસે એટલેકે ચૈત્ર કૃષ્ણ પ્રતિપદાએ હોળી રમાય છે. આ વર્ષે હોળીનો તહેવાર માર્ચના બીજા અઠવાડિયામાં છે. એટલેકે હોળી 8 માર્ચે બુધવારે મનાવવામાં આવશે. આ વખતે હોળીકા દહન સમયે ભદ્રા રહેશે નહીં.

હોળીકા દહન

ફાગણ મહિનાની પૂનમ તિથિ  6 માર્ચે મંગળવારે સાંજે 4 વાગ્યે 17 મિનિટથી શરૂ થશે. આ તિથિનુ સમાપન 7 માર્ચ એટલેકે મંગળવારે સાંજે 6 વાગ્યેને 9 મિનિટે થશે. ફાગણ મહિનાની પૂનમ તિથિએ પ્રદોષ કાળમાં હોળીકા દહન કરવામાં આવે છે. એવામાં આ વખતે હોળીકા દહન 7 માર્ચે કરવામાં આવશે.

મુહૂર્ત

હોળીકા દહનનુ મુહૂર્ત 7 માર્ચે સાંજે 6 વાગ્યેને 24 મિનિટથી રાત્રે 8 વાગ્યેને 51 મિનિટ સુધી છે. એટલેકે આ વખતે હોળીકા દહન માટે કુલ 2 કલાક 27 મિનિટનો સમય છે. હોળીકા દહનના દિવસે ભદ્રા સવારે 5 વાગ્યેને 15 મિનિટ સુધી છે. એવામાં હોળીકા દહન સમયે ભદ્રાનો પડછાયો નહીં હોય.

હોળી

હોળીકા દહનના બીજા દિવસે હોળીનો તહેવાર મનાવવામાં આવશે. આ વર્ષે હોળી 8 માર્ચે બુધવારે રમાશે. 8 માર્ચે ચૈત્ર કૃષ્ણ પ્રતિપદા તિથિ સાંજે 7 વાગ્યેને 42 મિનિટ સુધી છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow