પાકિસ્તાનમાં હિન્દુ મહિલાની હત્યા!

પાકિસ્તાનમાં હિન્દુ મહિલાની હત્યા!

પાકિસ્તાનમાં 40 વર્ષીય હિન્દુ મહિલાની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ મહિલાનું નામ દયા ભીલ છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, હત્યા પહેલા દયાના સ્તન કાપી નાખવામાં આવ્યા હતા, એ પછી તેમનું માથું કાપી નાખવામાં આવ્યું હતું. અને માથાનું માંસ કાઢી નાખ્યું.

આ ઘટના સિંધ પ્રાંતના સિંઝોરો શહેરની છે. મહિલાનું નામ દયા ભીલ છે. આ હત્યા અંગેની માહિતી હિન્દુ સમુદાયની પાકિસ્તાનની પ્રથમ મહિલા સાંસદ કૃષ્ણા કુમારીએ સોશિયલ મીડિયા પર આપી હતી. ઘટના બાદ સ્થાનિક લોકોએ હત્યારાઓની ધરપકડનો વિરોધ શરૂ કર્યો છે.

સેનેટર કૃષ્ણા કુમારીએ ટ્વીટમાં કહ્યું- દયા ભીલ 40 વર્ષની વિધવા હતી. તેમને 4 બાળકો છે. દયાની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. મૃતદેહ ખૂબ જ ખરાબ હાલતમાં મળી આવ્યો હતો. મેં તેમના ગામની મુલાકાત લીધી અને તેમના પરિવારના સભ્યોને મળ્યા.

બનાવની માહિતી મળતાં જ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. સિંઝોરો અને શાહપુરચક્કર પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે. આ કેસને લઈને ઘણા લોકોની પૂછપરછ પણ કરાઈ છે.

હિન્દુ મહિલાની હત્યા બાદ વિરોધ શરૂ થયો હતો
​​​​​​​હિન્દુ મહિલાની હત્યા બાદ સ્થાનિક લોકોએ વિરોધ શરૂ કર્યો હતો. તેમણે પોલીસને વહેલી તકે આરોપીઓની ધરપકડ કરવા માગ કરી છે. પોલીસે જણાવ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે અને ટૂંક સમયમાં હત્યારાને પકડી લેવામાં આવશે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow