હિન્દી ફરજિયાત કરાશે તો બિન-હિન્દીભાષી માન ગુમાવશે : સ્ટાલિન

હિન્દી ફરજિયાત કરાશે તો બિન-હિન્દીભાષી માન ગુમાવશે : સ્ટાલિન

હિન્દીને લઇને તમિલનાડુનો વિરોધ ફરીથી સામે આવ્યો છે. મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને રિપોર્ટ્સના હવાલાથી કહ્યું છે કે હિન્દી ભાષાને લાગુ કરીને કેન્દ્ર સરકારે વધુ એક ભાષાયુદ્વ શરૂ ન કરવું જોઇએ. તેમણે વડાપ્રધાન મોદીને અપીલ કરી છે કે હિન્દીને ફરજિયાત બનાવવાના પ્રયાસ છોડી દેવામાં આવે અને દેશની અખંડતાને કાયમ રાખવામાં આવે.

સ્ટાલિને આ મંતવ્ય સત્તાવાર ભાષા પર સંસદીય સમિતિની અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને હાલમાં જ સોંપવામાં આવેલા એક રિપોર્ટની પ્રતિક્રિયામાં આપ્યું છે. સ્ટાલિનના મતે આવું થવાથી બિન-હિન્દીભાષી વસતી પોતાના જ દેશમાં સ્વમાન ગુમાવી દેશે. હિન્દીને ફરજિયાત કરવી તે ભારતની અખંડતાની વિરુદ્વ છે. આપણે દરેક ભાષાઓને કેન્દ્રની સત્તાવાર ભાષા બનાવવા માટે પ્રયાસ કરવો જોઇએ.

તેમણે સવાલ કર્યો કે અંગ્રેજીને હટાવીને કેન્દ્રની પરીક્ષાઓમાં હિન્દીને પ્રાથમિકતા આપવાનો પ્રસ્તાવ કેમ રખાયો? આ બંધારણના મૂળ સિદ્વાંતની વિરુદ્વ છે. એવું કરીને બીજી ભાષાઓ સાથે ભેદભાવ કરાઇ રહ્યો છે. 1965થી ડીએમકે હિન્દીને સત્તાવાર ભાષા જાહેર કરવાની વિરુદ્વ સંઘર્ષ કરી રહી છે. હિન્દીની તુલનામાં દેશમાં અન્ય ભાષા બોલનારા લોકોની વસતી વધુ છે. ભાજપ સરકાર ભૂતકાળમાં થયેલા હિન્દીવિરોધી આંદોલનથી બોધપાઠ શીખે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow