સૌરાષ્ટ્રના 600 કેન્દ્રમાં 25 ફેબ્રુ.થી હિન્દી પહલી-દૂસરીની પરીક્ષા લેવાશે

સૌરાષ્ટ્રના 600 કેન્દ્રમાં 25 ફેબ્રુ.થી હિન્દી પહલી-દૂસરીની પરીક્ષા લેવાશે

સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ દ્વારા વર્ષમાં બે વખત લેવાતી હિન્દી બાળપોથી, પહલી, દૂસરી અને તિસરી તેમજ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા લેવાતી હિન્દી વિનીતની પરીક્ષાઓ 25 અને 26 ફેબ્રુઆરી, 2023ના અનુક્રમે શનિવાર તથા રવિવારે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં લેવાશે. શાળાઓ માટે આ પરીક્ષાઓના અરજીપત્રો ભરવાની છેલ્લી તારીખ 20મી જાન્યુઆરી-2023 રહેશે. બાળકોમાં ભાષા શુદ્ધિ, વ્યાકરણ, જોડણી વગેરેનું જ્ઞાન વધે અને રાષ્ટ્રભાષા પ્રત્યેની અભિરુચિ વિશેષ કેળવાય એ મુખ્ય હેતુથી લેવાતી આ પરીક્ષા સૌરાષ્ટ્ર-કચ્છના લગભગ 600થી વધુ કેન્દ્રોમાં હાલ લેવાય છે.

સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિના મંત્રી દ્વારા જણાવ્યું છે કે, આ સમિતિની હિન્દી પરીક્ષાઓ સૌરાષ્ટ્ર-કચ્છના 600 જેટલા કેન્દ્રમાં લેવાતી હોવા છતાં આ વિસ્તારના ઘણા ગામો તથા શિક્ષણ સંસ્થામાં હજી આ પરીક્ષા લેવાતી નથી. આવા ગામો અને શિક્ષણ સંસ્થાઓના બાળકો હિન્દીના જ્ઞાન અને તેના પ્રમાણપત્રોથી વંચિત ન રહે તે હેતુથી આવા દરેક ગામ અને શિક્ષણ સંસ્થામાં સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ પોતાના પરીક્ષા પ્રચાર કેન્દ્રો શરૂ કરવા ઇચ્છે છે.

સૌરાષ્ટ્ર કચ્છની જે શિક્ષણ સંસ્થા રાષ્ટ્રભાષા હિન્દીના પ્રચાર અને પરીક્ષા કેન્દ્રો શરૂ કરવા ઈચ્છે તેમણે તે શાળાના આચાર્યની ભલામણ સાથે સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ, રાષ્ટ્રીયશાળા, રાજકોટ સાથે પત્રવ્યવહાર કરવા જણાવાયું છે. આ પરીક્ષાઓને લગતી અન્ય વિગતો, પાઠયપુસ્તક યાદી અભ્યાસક્રમ વગેરે તમામ માહિતી માટે રાજકોટ સ્થિત કાર્યાલયનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Read more

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

ગોંડલના શિવરાજગઢ ગામે રહેતી 20 વર્ષીય પરિણીતા પૂજાબેન મકવાણાએ ગૃહ કંકાસથી કંટાળીને પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યા

By Gujaratnow
સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરત શહેરના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરોમાં ફાડવામાં આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટના ગુ

By Gujaratnow