હિમાચલ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થશે

હિમાચલ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થશે

આજે ઈલેક્શન કમિશનની બપોરે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ છે. આ કોન્ફરન્સમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી જાહેર થવાની શક્યતા છે. નોંધનીય છે કે, નવેમ્બરના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

2017માં 25 ઓક્ટોબર 2017ના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ હતી. પહેલા તબક્કામાં 89 વિધાનસભા બેઠકો માટે 19 જિલ્લામાં 9 ડિસેમ્બરે મતદાન થયું હતું અને બીજા તબક્કામાં 14 ડિસેમ્બરે 93 વિધાનસભા બેઠકો માટે 14 જિલ્લામાં મતદાન થયું હતું.

ગુજરાતમાં આજે ચૂંટણીની તારીખો જાહેર થવાની શક્યતા ઓછી એટલા માટે લાગે છે. રાજકિય નિષ્ણાતોના મત મુજબ હજી ગુજરાતમાં ઘણાં બધા સરકારી કાર્યક્રમો બાકી છે. એક તો ડિફેન્સ એક્સપો જે 20-21-22 ઓક્ટોબરે આયોજીત છે. જેમાં વડાપ્રધાન પોતે હાજરી આપવાના છે. આવા સંજોગોમાં ગુજરાતની ચૂંટણી જાહેર થવાની શક્યતા ઓછી છે. આ પહેલાં પણ ડિફેન્સ એક્સપો માર્ચ 2022માં આયોજિત કરવામાં આવ્યો હતો. પરંતુ અમુક કારણોથી તે પાછો ઠેલવામાં આવ્યો હતો. ગુજરાત એક્સ-પો સરકારનો ખૂબ મોટો કાર્યક્રમ માનવામાં આવે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow