એક દિવસમાં કોરોનાના વર્ષના સૌથી વધુ 1134 કેસ

એક દિવસમાં કોરોનાના વર્ષના સૌથી વધુ 1134 કેસ

દેશમાં બુધવારે કોરોનાના નવા 1,134 નવા કેસ આવ્યા છે. આ વર્ષે એક દિવસમાં નોંધાયેલો કોરોનાના કેસનો સૌથી મોટો આંકડો છે. આ પહેલા 19 માર્ચે 1,071 કેસ નોંધાયા હતા. બુધવારે સૌથી વધુ 280 કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા હતા. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે કોરોના નવા વેરિયન્ટ એક્સબીબી 1.16ના કારણે કેસ વધી રહ્યા છે. પણ હજુ સુધી કોઈ નવો વેરિયન્ટ સામે આવ્યો નથી. તેથી ચિંતાની વાત નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના તથા ફ્લુના કેસમાં થઈ રહેલા વધારાને લઈને આરોગ્ય વિભાગની તૈયારીઓની સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી.

દેશમાં દૈનિક સંક્રમણનો દર હજુ 1.09 ટકા છે. જ્યારે સાપ્તાહિક સંક્રમણનો દર 0.98 ટકા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા હાલ 7,026 છે. કેરળમાં સૌથી વધુ 1921 એક્ટિવ કેસ છે. હાલ એક્ટિવ કેસનું પ્રમાણ 0.01 ટકા છે. આરોગ્ય મંત્રાલયે મહારાષ્ટ્ર, કેરળ, ગુજરાત, તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટક માટે એડવાઇઝરી જારી કરી હતી.

નવો XBB 1.16 ઓમિક્રોનનો સબ વેરિયન્ટ

  • ઓમિક્રોનનો સબ વેરિયન્ટ XBB 1.16 ભારત, બ્રુનેઈ, અમેરિકા, સિંગાપોર, બ્રિટન સહિત 12 દેશમાં સામે આવી ચૂક્યો છે.
  • XBB 1.15 કરતા 140 ટકા ઝડપથી ફેલાઈ ચૂકે છે.
  • XBB 1.16 ભારતમાં માર્ચના પ્રથમ સપ્તાહમાં ડિટેક્ટ થયો હતો.
  • જીનોમ સિકવન્સિંગમાં વધારો કરવા PMનું સૂચન
    બુધવારે રાજધાનીમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે કોરોના મહામારીના અંતને હજુ વાર છે. તેમણે જિનોમ સિકવન્સિંગ તથા કોરોનાને અનુરૂપ વર્તન પર ભાર મૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે બુધવારે ‘જનતા કર્ફ્યૂ’ની ત્રીજી વર્ષગાંઠ પર જ દેશમાં કોરોનાના વર્ષના સૌથી વધુ કેસ નોંધાયા હતા.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow