કોરોના પર PMOની હાઈ લેવલ મીટિંગ, બે પોઈન્ટથી વાયરસ સામે લડાશે, અધિકારીઓને અપાયા નિર્દેશ

કોરોના પર PMOની હાઈ લેવલ મીટિંગ, બે પોઈન્ટથી વાયરસ સામે લડાશે, અધિકારીઓને અપાયા નિર્દેશ

ચીન સહિત વિશ્વના કેટલાક દેશોમાં કોરોના વાયરસના કેસોમાં ઉછાળા વચ્ચે શનિવારે એક ઉચ્ચ અધિકારીની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.  

આ દરમિયાન વડાપ્રધાન મોદીના અગ્રસચિવ પીકે મિશ્રાએ દેશમાં કોરોનાની સમીક્ષા કરવા માટે બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં અધિકારીઓ અને આરોગ્ય નિષ્ણાતોએ જોડાયા હતા. આ દરમિયાન મીટિંગમાં જણાવવામાં આવ્યું હતું કે ડિસેમ્બરમાં લગભગ 500 સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતા,  

જેની દેશભરની INSACOG લેબમાં તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન મિશ્રાએ 22 ડિસેમ્બરે યોજાયેલી સમીક્ષા બેઠક બાદ પીએમ દ્વારા જારી કરાયેલા નિર્દેશોને અનુસરવા માહિતી આપી હતી.


વધુને વધુ લોકોને બૂસ્ટર ડોઝ આપવા સૂચના

જાણવા મળતી વિગત અનુસાર આ બેઠકમાં અધિકારીઓને કોરોનાના નવા વેરિયન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સૂચના અપાઈ હતી. ઉપરાંત, દેશમાં ટેસ્ટિંગ વધારવા અને મોનિટરિંગને મજબૂત કરવા પર ભાર મુકાયો હતો. તેમજ વધુને વધુ લોકોને બૂસ્ટર ડોઝ આપવા સૂચના અપાઈ છે અને  આ માટે લોકોમાં જાગૃતિ ફેલાવવાની જરૂર હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તો કોરોના સામે કેન્દ્ર અને રાજ્ય સરકારે સહયારા પ્રયાસ કરવા પણ જણાવાયું હતી.

ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટર, સ્ટાફ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવા સુચન

બેઠક દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ માહિતી આપી હતી કે વાણિજ્ય મંત્રાલયને ચીનમાં તબીબી ઉત્પાદનો અને ઉપકરણોની નિકાસ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે.  

મહત્વનું છે કે 27મી ડિસેમ્બરના રોજ તમામ આરોગ્ય કેન્દ્રો પર મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી. કોરોનાને લાગતી વ્યવસ્થા કરવા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ જેમાં ભાગ લીધો હતો. ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટર, લોજિસ્ટિક્સ અને સ્ટાફ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે 21,097માં મોકડ્રીલ યોજાઈ હતી.  

જેમાંથી 16,108 સરકાર દ્વારા સંચાલિત હતી. બીજી બાજુ કોવિડ રસીકરણ અંગે અધિકારીઓ અને નિષ્ણાતો સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે કોવિડ રસીના 220 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે, જેમાંથી 102.56 કરોડ પ્રથમ ડોઝ અને 95.13 કરોડ બીજા ડોઝના લાભાર્થીઓને આપી દેવાયા છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow