SC-ST એક્ટ હેઠળ થતાં કેસમાં મામલે હાઇકોર્ટે આપ્યો મોટો ચુકાદો, જામીન પહેલા આ કામ કરવા તાકીદ
કેરળ હાઈકોર્ટે પોતાના એક ચુકાદામાં કહ્યું છે કે, SC/ST (અત્યાચાર નિવારણ) અધિનિયમના કેસોમાં આગોતરા જામીન અરજીઓ પર વિચાર કરતા પહેલા અદાલતોએ જોવું જોઈએ કે શું આરોપી અને ફરિયાદીની વચ્ચે અગાઉથી દુશ્મનીનો કોઈ ઈતિહાસ રહ્યો છે કે નહીં? હાઈકોર્ટે કહ્યું કે જુઠ્ઠાણાને ફગાવી દેતા પહેલા કોર્ટે સંવેદનશીલ વલણ દાખવવું જોઈએ.
SC/ST એક્ટની જોગાવાઈઓ કડકઃ જસ્ટિસ
હાઈકોર્ટનો આ નિર્ણય ઘણી રીતે મહત્વપૂર્ણ છે કારણ કે SC/ST (અત્યાચાર નિવારણ) અધિનિયમની કલમ 18 અને 18A હેઠળ પ્રથમ દ્રષ્ટિએ આરોપી વ્યક્તિને આગોતરના જામીન આપવા પર પ્રતિબંધ છે. જસ્ટિસ એ.બદરુદ્દીને તેમના 9 ડિસેમ્બરના આદેશમાં કહ્યું હતું કે, આ એક્ટની જોગવાઈઓ કડક છે અને સાચા કેસોમાં તેને લાગુ કરવી જોઈએ.
ફરિયાદીના છૂપા ઉદ્દેશ્યોની તપાસ કરેઃ જસ્ટિસ બદરુદ્દીન
જસ્ટિસ બદરુદ્દીને કહ્યું કે,''SC/ST (અત્યાચાર નિવારણ) અધિનિયમમાં કડક જોગવાઈઓને કારણે આરોપીની ધરપકડ કરવાના અને કસ્ટડીમાં લેવાના ખતરાની સાથે-સાથે તેને આગોતરા જામીન આપવા મામલે પણ અદાલતોનું એ કર્તવ્ય હોવું જોઈએ કે તે નિર્દોષ વ્યક્તિને ખોટા કેસમાં ફસાવવાની સંભાવનાઓને નકારી કાઢે અને ફરિયાદીના છૂપા ઉદ્દેશ્યોની તપાસ કરે.''
ઘણા નિર્દોષ લોકોને બનાવાયા છે શિકારઃ HC
હાઈકોર્ટે કહ્યું કે, આ ચોંકાવનારી હકીકત છે કે ઘણા નિર્દોષ લોકોને આ કાયદા હેઠળના ખોટા આરોપોનો શિકાર બનાવવામાં આવ્યા છે. તેમની જામીન અરજી પર વિચાર કરતા પહેલા સત્ય અને અસત્યને તોલવાની જરૂર હતી.''