હેલ્થની સાથે સ્કીન માટે પણ લાભદાયી છે દાડમ, મુલાયમ ત્વચા માટે અપનાવો આ નુસખા, ચમક પાક્કી

સ્કિન માટે દાડમનો ઉપયોગ કેવીરીતે કરશો?
દાડમ વિટામિન સી, એન્ટી ઑક્સિડેન્ટ્સ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે, જેનો ઉપયોગ સ્કિન પર કરવાથી ચહેરો હાઇડ્રેટેડ રહે છે. દાડમમાં એન્ટી એન્જિંગ પ્રોપર્ટીઝ હોય છે, જેનો તમે ફેસ પેકના રૂપમાં સરળતાથી ઉપયોગ કરી શકો છો. આજકાલ માર્કેટમાં ઘણા ફ્રૂટ માસ્ક તૈયાર છે, જેમાં રેડીમેડ દાડમના ફેસ પેક ખૂબ પસંદ કરવામાં આવે છે. પરંતુ માર્કેટના ફેસ પેક અને શીટ માસ્કના બદલે ઘર પર બનાવેલા ફેસ માસ્કનો ઉપયોગ ખૂબ ફાયદાકારક છે. આવો જાણીએ, હેલ્ધી સ્કિન માટે દાડમનો ઉપયોગ કરવાની વિધિ.

સ્કિનને મોઈશ્ચરાઈજ કરવા માટે દાડમ અને મધ
સ્ટાઈલ ક્રેજ ડૉટ કોમ મુજબ સ્કિનને લાંબા સમય સુધી હાઈડ્રેટેડ રાખવા અને મોઈશ્ચરાઈજ કરવા માટે દાડમના દાણામાંથી એક સ્મૂધ પેસ્ટ તૈયાર કરીને તેમાં જરૂરીયાતના હિસાબે મધ મિક્સ કરીને ફેસ પેક તૈયાર કરી લો. આ ફેસ પેકને ચહેરા પર લગભગ 30 મિનિટ લગાવી રાખો અને બાદમાં તાજા પાણીથી સાફ કરી નાખો.

પિંપલ્સ માટે દાડમ અને ગ્રીન ટી ફેસપેક
પિંપલ્સમાંથી રાહત મેળવવા માટે દાડમના દાણાને ગ્રાઈન્ડ કરીને તેમાં બે ચમચી દહી, એક મોટી ચમચી મધ અને ગ્રીન ટીનુ એક નાનુ પેકેટ સારી રીતે મિક્સ કરો. બધા ઈન્ગ્રેડિએન્ટ્સની પેસ્ટ બનાવીને ચહેરા પર ઓછામાં ઓછી 30 મિનિટ માટે એપ્લાય કરો અને ત્યારબાદ 5 થી 10 મિનિટ મસાજ કરીને ઠંડા પાણીથી ચહેરો સાફ કરો.