હેડકીની સમસ્યાથી છુટકારા મેળવો

કોઈપણ વ્યક્તિને ક્યારેક તો હેડકી જરૂર આવે છે. સામાન્ય રીતે લોકોને જ્યારે હેડકી આવે છે ત્યારે પાણી પીએ છે, પરંતુ જો પાણી પીધા પછી પણ હેડકી આવે તો આ સ્થિતિથી તકલીફ આપે છે. આયુર્વેદાચાર્ય સિદ્ધાર્થ સિંહના જણાવ્યા અનુસાર, વધારે હેડકી સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. જોકે હેડકી આવવા પાછળ પણ ઘણાં કારણો હોઈ શકે છે, પરંતુ કેટલીક બાબતો જાણવી જરૂરી છે.

ક્યારે આવે છે હેડકી?
આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે ફેફસાંમાં હવા ભરાઈ જાય છે. આ કારણે છાતી અને પેટના વચ્ચેના ભાગને ડાયફ્રામ કહેવામાં આવે છે. એમાં વાઇબ્રેટ થાય છે અને એ સંકોચાય જાય છે. આ ધ્રુજારીને કારણે શ્વાસમાં સમસ્યા થાય છે અને હેડકી આવે છે. આ સિવાય જો ક્યારેક વધુ મસાલેદાર ખોરાક ખવાઈ જાય અને વધુપડતા આલ્કોહોલનું સેવન કરવામાં આવે તો હેડકી આવે છે. જે લોકો ચાવ્યા વગર ઉતાવળમાં જમવાની કોશિશ કરે છે તેમને ઘણી વખત હેડકી પણ આવવા લાગે છે.

આ રીતે મેળવો રાહત
જે લોકોને હેડકીની સમસ્યા રહેતી હોય તે લોકોએ લાંબો શ્વાસ લઈને થોડા સમય સુધી રોકીને રાખવાથી રાહત મળે છે. તો પાણીમાં મીઠું નાખીને એક કે બે ઘૂંટડા પાણીના પી લો, આ ઉપાયથી હેડકીની સમસ્યામાંથી તરત જ રાહત થઇ જશે. એક ગ્લાસ ઠંડા પાણીમાં થોડું મધ ભેળવીને એક ઘૂંટમાં પીવાથી હેડકી બંધ થઈ જશે.