આટકોટમાં 10 મિનિટમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણી પાણી થયા, રાજકોટમાં વરસાદી માહોલ છવાયો

આટકોટમાં 10 મિનિટમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણી પાણી થયા, રાજકોટમાં વરસાદી માહોલ છવાયો

જસદણ તાલુકાના આટકોટ ખાતે આજે દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ બપોરના સમયે અચાનક જ ધોધમાર વરસાદ વરસ્યો હતો. માત્ર 10 મિનિટમાં રસ્તા પાણી પાણી થઈ ગયા હતા. કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે હજી ઘણા ખેડૂતોને ખેતરોમાં ઘઉંના પાક લેવાનો બાકી હોય ત્યારે જ કમોસમી વરસાદ વરસતા માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો હતો.

શનિવાર સુધી વરસાદી વાતાવરણ રહેશે
હવામાન ખાતાના જણાવ્યાનુસાર શનિવાર સુધી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. રાજકોટ ઉપરાંત જામનગર, મોરબી, દ્વારકામાં પણ વરસાદ નોંધાશે.રાજકોટમાં આજે બપોર સુધી ગરમી રહી હતી અને સાંજે 4 કલાકે વાદળો છવાયા હતા અને વાતાવરણમાં પલટો આવ્યો હતો. તેની સાથે ઠંડો પવન પણ ફૂંકાયો હતો.

બપોરના સમયે અચાનક જ ધોધમાર વરસાદ વરસ્યો

તાપમાન ધીમે- ધીમે ઊંચકાશે
હવામાન ખાતાના જણાવ્યાનુસાર વરસાદ પૂર્વે 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વરસાદી માહોલને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે અને તાપમાનમાં ઘટાડો પણ નોંધાશે. જોકે શનિવાર બાદ તાપમાન ધીમે- ધીમે ઊંચકાશે.

રાજકોટમાં પવનની ઝડપમાં વધારો જોવા મળી રહ્યો છે

ભેજનું પ્રમાણ 80 ટકા
રાજકોટમાં સવારે પવનની ઝડપ 10 કિમી હતી અને હવામાં ભેજનું પ્રમાણ 80 ટકા રહ્યું હતું. સાંજના સમયે પવનની ઝડપ વધીને 12 કિમી થઈ હતી. જોકે આ માર્ચ માસમાં સતત ત્રીજો રાઉન્ડ વરસાદનો પડશે. માર્ચની શરૂઆતમાં પણ વરસાદ પડ્યો હતો. જ્યારે 10 દિવસ પૂર્વે દોઢ ઈંચ સુધીનો વરસાદ રાજકોટમાં નોંધાઈ ચૂક્યો હતો.

આટકોટમાં 10 મિનિટમાં રસ્તા પાણી પાણી થઈ ગયા

માવઠાના કારણે કે મોડી આવશે!
ઉલ્લેખનીય છે કે કમોસમી માવઠાના માહોલથી ફરી ખેડૂતોને પડ્યા ઉપર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદથી કૃષિ પેદાશોને નુકસાન ઉપરાંત જનસ્વાસ્થ્ય ઉપર પણ અસર પહોંચી રહી છે. તો બીજી તરફ ગીરની વિશ્વપ્રસિધ્ધ કેસર કેરી પણ બજારમાં આ વર્ષે માવઠાના કારણે મોડી આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

ગીરની વિશ્વપ્રસિધ્ધ કેસર કેરી

ગત વર્ષની સરખામણીએ 70,523 હેક્ટર વધુ વાવેતર
આગાહી મુજબ, 29થી 31 માર્ચ સુધીમાં સંભવિત જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં 2.4 મીમી સુધીના હળવાં ઝાપટાં પડી શકે છે. આ દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાકે 40 કિલોમીટરની નીચે રહેવાની સાથે ભારે ગાજવીજ થવાની સંભાવના છે. માર્ચમાં થયેલાં માવઠાંના કારણે રાજ્યની 10.44 લાખ હેક્ટરમાં ઉનાળુ વાવેતરના અંદાજ સામે 9 લાખ હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે. ગત વર્ષની સરખામણીએ 70,523 હેક્ટર વધુ વાવેતર થયું છે.

ખેડૂતોને પડ્યા ઉપર પાટુ જેવી સ્થિતિ

ડાંગમાં સૌથી વધુ 34.1 મીમી વરસાદ
રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ડાંગમાં સરેરાશ 34.1 મીમી વરસાદ પડી ચૂક્યો છે. આ ઉપરાંત બોટાદમાં 23.8 મીમી, અરવલ્લીમાં 21.6 મીમી, અમરેલીમાં 20.9 મીમી અને સાબરકાંઠામાં 20.4 મીમી સરેરાશ વરસાદ થઇ ચૂક્યો છે. જ્યારે દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં નોંધણીલાયક માવઠું થયું નથી.

ગત વર્ષની સરખામણીએ રાજ્યમાં વાવેતરની સ્થિતિ

પાકગત વર્ષેહાલમાંવધઘટ
ધાન્ય26712930748040351
કઠોળ7171958476-13243
તેલીબિયાં1363471481941184700.00%
શાકભાજી7611279190307800.00%
ઘાસચારો25300227742024418
અન્ય પાકો2520229,2744072
કુલ829511900,03470523
(વાવેતર હેક્ટરમાં)

(કરશન બામટા, આટકોટ )

Read more

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ખાસ ચર્ચામાં લગભગ દોઢ કલાક ભાષણ આપ્યું. સાંજે 7 વાગ્યે જ્યારે તે

By Gujaratnow