ગુજરાતમાં ગરમી વધી, પારો 8 ડિગ્રી સુધી વધ્યો

છેલ્લાં સાત દિવસો દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોના મહત્તમ તાપમાનમાં દોઢથી 8 ડિગ્રીનો વધારો થતાં લોકો ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. આગામી 10 દિવસ રાજ્યમાં ડબલ સિઝનનો માહોલ રહ્યાં બાદ 17 ફેબ્રુઆરી બાદ પારો ગરમીનો પારો 38 ડિગ્રી પાર કરી શકે છે.
રાજ્યમાં ડબલ સિઝનનો માહોલ
એટલું જ નહિ, માર્ચ મહિનામાં પારો 40 ડિગ્રી પહોંચવાની શક્યતા હોવાથી આ વર્ષે ઉનાળામાં માથું ફાડી નાંખે તેવી અસહ્ય ગરમી માટે લોકોએ ગુજરાતમાં લોકોએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે. તેમજ એપ્રિલ-મે દરમિયાન પારો 44થી 45 ડિગ્રી પહોંચી શકે છે, જેથી મે મહિનામાં સૌથી વધુ લુ વાળા પવનો ફુંકાશે.
મે મહિનામાં સૌથી વધુ લુ વાળા પવનો ફુંકાશે
હવામાન વિભાગના આંકડાઓ મુજબ, મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.0 ડિગ્રી વધીને 31.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી વધીને 16.2 ડિગ્રી નોંધાયું હતુું. જેને કારણે શહેરમાં વહેલી સવારથી 10.00 વાગ્યા સુધી ઠંડક રહ્યાં બાદ બપોરે 12થી 5 દરમિયાન ગરમીમાં વધારો થયો હતો.
રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થયો
હવામાન નિષ્ણાંત અંકિત પટેલ જણાવે છે કે, હિમાલયમાં સક્રીય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. પરંતુ, આગામી 10 દિવસ સુધી શહેરમાં મોડી રાતથી વહેલી સવાર ઠંડક અને બપોર દરમિયાન ગરમી જેવી ડબલ સિઝન રહેશે.
1થી 7 ફેબ્રુઆરી કેટલુું તાપમાન વધ્યું
શહેર | 1 ફેબ્રુ. | 7 ફેબ્રુ. | તફાવત |
અમદાવાદ | 27 | 31.8 | 4.8 |
સુરત | 25 | 31.8 | 6.8 |
વડોદરા | 26 | 31.8 | 5.8 |
ભાવનગર | 29 | 30.6 | 1.6 |
ભૂજ | 26 | 34.2 | 8.2 |
રાજકોટ | 27 | 32 | 5 |
ફેબ્રુઆરીમાં કેટલું તાપમાન રહેશે
તારીખ | મહત્તમ તાપમાન |
7થી10 | 32થી 34 |
10થી 15 | 33થી 36 |
15થી 20 | 33થી 35 |
20થી 28 | 31થી 34 |
માર્ચમાં ગરમી વધવાની શક્યતા -
તારીખ | મહત્તમ તાપમાન |
1થી 7 | 33થી 36 ડિગ્રી |
7થી10 | 33થી 36 ડિગ્રી |
10થી 15 | 35થી 36 ડિગ્રી |
15થી 20 | 35થી 36 ડિગ્રી |
20થી 31 | 36થી 39 ડિગ્રી |