શાસ્ત્રી મેદાનમાં ક્રિકેટ રમી ચા પીવા ઊભેલા યુવકનું હાર્ટફેઇલ

શાસ્ત્રી મેદાનમાં ક્રિકેટ રમી ચા પીવા ઊભેલા યુવકનું હાર્ટફેઇલ

યુવાનો અને તેમાં પણ રમતવીરોમાં હૃદયરોગના હુમલાના કિસ્સા ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ભાણેજના લગ્નમાં આવેલો ડીસાનો યુવક સાંજે રિસેપ્શનમાં જોડાઇ તે પહેલા સવારે ક્રિકેટ રમવા ગયો હતો.ક્રિકેટ રમી ચા પીવા ઊભો હતો ત્યારે અચાનક જ તે બેભાન થઇને ઢળી પડ્યો હતો અને બેભાન હાલતમાં જ તેનું મૃત્યુ થયું હતું.

બનાસકાંઠાના ડીસામાં રહેતો ભરત રવજીભાઇ બારિયા (ઉ.વ.40) રાજકોટના રેલનગરમાં રહેતા તેના ભાણેજ પ્રિતેશના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા રાજકોટ આવ્યો હતો, બુધવારે સાંજે ભાણેજનું રિસેપ્શન હતું, સવારે રેલનગરના અન્ય મિત્રો સાથે ભરત બારિયા શાસ્ત્રી મેદાનમાં ક્રિકેટ રમવા ગયો હતો, ક્રિકેટ મેચ રમ્યા બાદ ભરત અને તેના મિત્રો મેદાનની બહાર નીકળ્યા હતા અને ચા પીવા ઊભા હતા ત્યારે અચાનક જ ભરત ઢળી પડ્યો હતો અને બેભાન થઇ ગયો હતો,

તેને તાકીદે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ત્રણ બહેનનો એકનો એક ભાઇ ભરત મિલમાં નોકરી કરતો હતો, ભરતના મૃત્યુની જાણ થતાં લગ્નસ્થળે લગ્નની ખુશીની જગ્યાએ શોકનું મોજું ફરી વળ્યુ હતું.

દશ દિવસ પૂર્વે એક યુવક રેસકોર્સ મેદાનમાં ક્રિકેટ રમી રહ્યો હતો, રમતી વખતે તેને ટેનિસનો બોલ લાગ્યા બાદ પણ તેણે બેટિંગ કરી હતી અને આઉટ થયા બાદ કારમાં બેઠો હતો ત્યારે તે બેભાન થઇ ગયો હતો અને બેભાન હાલતમાં તેનું મૃત્યુ થયું હતું જ્યારે એજ દિવસે મારવાડી કોલેજનો વિદ્યાર્થીનું ફૂટબોલ રમતાં રમતાં મોત થયું હતું.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow