Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
📌 Rajkot

રાજકોટમાં સન્ની પાજી દા ઢાબામાં ફરી આરોગ્ય વિભાગના દરોડા

Gujaratnow1 min read
રાજકોટમાં સન્ની પાજી દા ઢાબામાં ફરી આરોગ્ય વિભાગના દરોડા

રાજકોટમાં સ્વાદના શોખીન લોકોની કમી નથી. એટલે જ જીભને ચટાકો મળે તેવો ખોરાક આરોગવામાં રાજકોટીયન્સ અગ્રીમ હરોળમાં આવે છે. જેને પગલે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા નિયમિત રેસ્ટોરાંમાં દરોડા પાડવામાં આવે છે જેથી સ્વાદના નામે ભેળસેળિયા ખોરાકનું વેચાણ અટકે ત્યારે શહેરમાં ફાસ્ટફૂડ અને ખાસ તો પંજાબી વાનગીઓ માટે પ્રખ્યાત 'સન્ની પાજી દા ઢાબા'માં ફેફસા માટે હાનીકાર સીન્‍થેટીક ફૂડ કલર મળી આવ્યો છે. મનપાના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર આ સીન્‍થેટીક ફૂડ કલર એટલો જોખમી છે કે તેનું સેવન કરવાથી કેન્સર જેવા ગંભીર રોગ થઈ શકે છે. જેને પગલે મનપા દ્વારા રૂ.6 લાખનો દંડ સન્ની પાજી'ના સંચાલકોને ફટકારવામાં આવ્યો છે.

નોંધનીય છે કે 7 મહિના પૂર્વે પણ સન્ની પાજી દા ઢાબા રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં કિચનમાં ખૂબ જ ગંદકી જોવા મળી હતી. ફ્રીઝ અને સ્ટોરેજમાં જીવાત, સડેલા બટેટા અને બિન આરોગ્યપ્રદ શાકભાજીનો જથ્થો મળી આવ્યો હતો. શાકમાં પ્રતિબંધિત આજીનો મોટોના ઉપયોગ અને ગ્રેવી શાકમાં કેમિકલ કલર મળી આવ્યો હતો. ફ્રીઝમા વાસી લોટ, શાકભાજી, મંચ્યુરીયન ગ્રેવી સહિત 12 કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કોમર્શિયલ કોમ્પલેક્સમાં રસોડુ અને સ્ટોરેજ બનાવવામાં આવ્યાનું ખુલ્યું હતું.

Gujaratnow1 min read

Related News