રાજકોટમાં અનેક સ્થળ પર આરોગ્ય વિભાગની ચેકીંગ ડ્રાઈવ

રાજકોટમાં અનેક સ્થળ પર આરોગ્ય વિભાગની ચેકીંગ ડ્રાઈવ

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે સંતકબીર રોડ, પેડક રોડ વિસ્તારમાં ભગવતી ડેરી, વરિયા ફરસાણ સહિત 20 સ્થળોએ દૂધ, ખાદ્ય તેલના નૂમના લેવાયા હતા. જ્યાં ભગવતી ડેરી ફાર્મ, ચામુંડા ફરસાણ અને કિશન ફરસાણને લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ ફટકરાઈ હતી.

આ મીઠાઈ આરોગ્ય માટે હાનિકારક
મનપાનાં દરોડા દરમિયાન ફૂડ શાખાના અધિકારીઓ કેમિકલ દ્વારા ટેસ્ટ કરતા માલુમ પાડ્યું કે મીઠાઈમાં સ્ટાર્ચનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે. જે કારણે મીઠાઈ વજનદાર બને છે. જોકે સ્ટાર્ચવાળી મીઠાઈ ખાવાથી પેટમાં દુખાવો અને એલર્જી થવાની શક્યતાઓ વધે છે. દિવાળીપૂર્વે રાજકોટ મનપા દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. અનેક વિસ્તારોના મીઠાઈ અને ફરસાણના દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

લોકોને પણ જાગૃત રહેવાની અપીલ
મીડિયા સાથે વાત કરતા મનપા અધિકારી પંચાલ દ્વારા જણાવાયું હતું કે,રાજકોટ વાસીઓ મીઠાઈઓ અને ફરસાણની ખરીદી કરતા હોય છે. ત્યારે રાજકોટ મનપાનાં ફૂડ વિભાગની ટીમ સક્રિય થઇ કડક કામગીરી કરી રહી છે. જેના કારણે લોકોનાં આરોગ્ય સાથે ચેડાં થતા અટકાવી શકાય. આ સાથે લોકોને પણ જાગૃત રહેવાની અપીલ તેમણે કરી હતી. સાથે જ જણાવ્યું હતું કે, આ દરોડા દરમિયાન જ્યાં અખાદ્ય ખોરાક મળી આવશે ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

Read more

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

ગોંડલના શિવરાજગઢ ગામે રહેતી 20 વર્ષીય પરિણીતા પૂજાબેન મકવાણાએ ગૃહ કંકાસથી કંટાળીને પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યા

By Gujaratnow
સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરત શહેરના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરોમાં ફાડવામાં આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટના ગુ

By Gujaratnow