ફ્લેટના પૈસા મોડા ચૂકવતા વ્યાજ માગી ધમકી આપી

ફ્લેટના પૈસા મોડા ચૂકવતા વ્યાજ માગી ધમકી આપી

શહેરના જંક્શન પ્લોટ 5-12માં રહેતી આરતી ઉદયભાઇ બુધરાણી નામની યુવતીએ તેજ વિસ્તારમાં રહેતા રાધાકિશન ગોધુમલ આહુજા, અજિત આહુજા, ચંદ્રકાંત આહુજા, પ્રદીપ આહુજા સામે ફ્લેટના પૈસા મોડા ચૂકવતા વ્યાજની માગણી કરી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

યુવતીની ફરિયાદ મુજબ, આરોપી રાધાકિશન આહુજા પાસેથી મોટા બહેન મનાલીબેનના નામથી તેનો ફ્લેટ રૂ.31.50 લાખની કિંમતે ખરીદ કર્યો હતો. જેની સામે રૂ.11.50 લાખનો દસ્તાવેજ કરાવ્યો હતો. જ્યારે બાકીના રૂ.20 લાખ મૌખિક વાતચીત થયા મુજબ પંદર દિવસમાં ચૂકવી આપવાની વાત થઇ હતી. દરમિયાન 20 લાખની રકમ નિયત કરેલા સમયમાં ચૂકવી શક્યા ન હતા.

બીજા પંદર દિવસ બાદ સગાસંબંધીઓ પાસેથી ઉછીના લઇ રાધાકિશન આહુજાને ચૂકવ્યા હતા. મોડી રકમ ચૂકવ્યા બાદ રાધાકિશન આહુજા પોતાની અને બહેન પાસે રકમ મોડી ચૂકવી છે એટલે તમારે વ્યાજ પેટે વધુ રૂ. 3 લાખ ચૂકવવા પડશે તેમ કહી પઠાણી ઉઘરાણી કરતા હતા.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow