હે ખરેખર...હાર્દિક-માહિકાએ છાનીમાની સગાઈ કરી લીધી?
ક્રિકેટર હાર્દિક પંડ્યા તેની પર્સનલ લાઈફને લઈને ફરી ચર્ચામાં છે. નતાશા સ્ટેનકોવિક સાથે છૂટાછેડા થયા બાદ હવે તે મોડેલ-એક્ટ્રેસ માહિકા શર્મા સાથેના રિલેશનશિપને લઈને લાઈમલાઈટમાં છે. તાજેતરમાં હાર્દિકે નવી ગર્લફ્રેન્ડ માહિકા સાથેની કેટલીક તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં તેઓ હવન-પૂજા સાથે કેટલીક તસવીરોમાં રોમાન્સ કરતા પણ જોવા મળ્યાં હતાં. એવામાં ફેન્સની નજર માહિકાના હાથ પર પડે છે. એક્ટ્રેસની ડાયમંડ રિંગ જોતાં જ બંનેની સગાઈની અફવાઓએ જોર પકડ્યું છે.
હાર્દિક પંડ્યાએ નવી ગર્લફ્રેન્ડ સાથે હવન અને પૂજા કરતો હોય એવો એક વીડિયો શેર કર્યો હતો. હવન પછી બંનેએ હનુમાન ચાલીસાના પાઠ પણ કર્યા. આ દરમિયાન તસવીરોમાં લોકોની નજર માહિકાની આંગળીઓ પર પડી. હાર્દિકની ગર્લફ્રેન્ડ માહિકાની ત્રીજી આંગળીમાં રિંગ સ્પષ્ટપણે દેખાઈ રહી છે, જેના કારણે લોકોએ એવી અટકળો લગાવવાનું શરૂ કરી દીધું છે કે બંનેએ છાનીમાની સગાઈ (એન્ગેજમેન્ટ) કરી લીધી છે!