દુધની આવકથી મહિને મેળવી રહ્યો છે 70 હજારની આવક

દુધની આવકથી મહિને મેળવી રહ્યો છે 70 હજારની આવક

ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલા ઘાણા ગામનો યુવાન યોહાન પવાર પારંપરીક ખેતીની સાથે, પશુપાલનના વ્યવસાય થકી આર્થીક રીતે પગભર બન્યો છે. વર્ષ 2011માં માંડ 2 ગાયોથી પશુપાલન વ્યવસાયની શરૂઆત કરનાર યોહાનને સરકારની આર્થીક સહાય પ્રાપ્ત થતા 12 ગાયોના માલિક બનવા સાથે મહિને 70 હજારની આવક મેળવતા થયા છે.

ડાંગ જિલ્લાના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જિલ્લાના ખેડુતો આર્થિક વિકાસ સાધી શકે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ દ્વારા પશુપાલકોને વિવિધ યોજનાકીય સહાયનો લાભ આપવામાં આવે છે.

એક મુલાકાતમાં યોહાન પવાર જણાવે છે કે, શરૂઆતમાં તેઓની ફક્ત 2 ગાયો હતી. જે વખતે એક ટંકનુ 10 લીટર દુધ ભરતા તેઓને રૂપિયા 400ની આવક પ્રાપ્ત થતી હતી, પંરતુ સરકારી સહાય યોજના મળતા તેઓ પાસે આજે 12 ગાયો થઈ છે. ટ્રાયબલ સબ પ્લાન કચેરીમાંથી યોહાનની પત્નીને 3 ગાયો મળી છે. જ્યારે કુટીર ઉધ્યોગમાંથી બીજી 7 ગાયો આપવામાં આવી છે.

‌તેઓ વધુમાં જણાવે છે કે, આજે એક ટકનું 48 લીટર દુધ ડેરીમાં ભરાવાથી તેઓને મહિને કુલ 70 હજાર રૂપીયાની આવક પ્રાપ્ત થાય છે. ખેતીની સાથે તેઓ આજે દુધની આવક મેળવી આર્થીક રીતે સધ્ધર બન્યા છે.

પશુઓ માટે યોહાન પવારે પાકા શેડની વ્યવસ્થા કરી છે. ગાયોના ચારાની વ્યવસ્થા માટે ચાફ કટર સહાય યોજના અંતર્ગત પશુપાલન વિભાગ દ્વારા, તેઓને 50 ટકા સરકારી સહાય મળી છે. આ ઉપરાંત તેમણે મિલકિંગ મશીનની પણ વ્યવસ્થા કરી છે. સાથે જ સ્વખર્ચે શેડમાં પશુઓ માટે ઓટોમેટિક પાણીની વ્યવસ્થા પણ ઉભી કરી છે.

તેઓ જણાવે છે કે, પશુપાલનના વ્યવસાયથી તેઓને બહાર ગામ મજુરી કામે જવુ પડતુ નથી. ધર આંગણે પશુ વ્યવસાયથી તેઓને આવક પ્રાપ્ત થઇ રહી છે.

ડાંગ જિલ્લાના પશુપાલકો માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત સાધન સહાય, સાથે દુધાળા પશુઓ ખરીદવા માટે 50 ટકા સહાય આપવામા આવે છે. જેમા ગત વર્ષે રૂ. 34 લાખ 50 હજારના ખર્ચે 138 લાભાર્થીઓને સહાય પૂરી પાડવામાં આવી છે. 27 જેટલા પશુ દવાખાના અને પશુ સારવાર કેન્દ્રો મારફત અહીં વિવિધ પશુ સેવાઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow