શું તમને પણ ક્યારેય આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો છે? મન પર એવું તો શું દબાણ પડે છે? જાણો એવા વિચારોથી કેમ બચવું..

શું તમને પણ ક્યારેય આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો છે? મન પર એવું તો શું દબાણ પડે છે? જાણો એવા વિચારોથી કેમ બચવું..

આપણે દરરોજ કેટલાય આપઘાતના કિસ્સાઓ જોતા અને સાંભળતા રહીએ છીએ. આત્મહત્યા કરનાર કોઈ ખાસ વય જૂથના નથી પણ બાળકોથી લઈને 50 વર્ષની વયના લોકો છે જેમના આત્મહત્યાના કિસ્સાઓ સામે આવે છે.  

એક રિપોર્ટ અનુસાર વર્ષ 2020ની સરખામણીમાં 2021માં 4.5 ટકા આત્મહત્યાના કેસ નોંધાયા છે. જો કે લોકોની આત્મહત્યા પાછળના કારણો શું હોય છે એ હજુ સુધી સ્પષ્ટપણે સામે આવ્યું નથી.

મન પર એવું તો શું દબાણ પડે છે?
દરેક વ્યક્તિનું આત્મહત્યા કરવાનું કારણ ભલે ગમે તે હોય પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા મનમાં કે કોઈ પણ વ્યક્તિના મનમાં આવો વિચાર કેમ આવે છે. જ્યારે વ્યક્તિ ગુસ્સામાં કે પરેશાન હોઈએ ત્યારે એક ક્ષણ માટે આ વિચાર કોઈને પણ આવી શકે છે.

એ છતાં પણ આત્મહત્યાના પ્રયાસ કરવાની હિંમત ક્યાંથી આવે છે? તે સમયે મગજ પર શું એવું દબાણ હોય છે? આજના લેખમાં અમે તમને એ જ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે એવા સમયે આપણા મગજમાં શું ચાલે છે અને તેની પાછળ કયા હોર્મોન્સ જવાબદાર છે.

આપણું શરીર દરેક ક્ષણ પર વધુ પડતી પ્રતિક્રિયા આપે છે
કેટલીકવાર કેટલાક એવા સારા સમાચાર સાંભળવા મળે કે વ્યક્તિ માટે ખુશીથી પાગલ થઈ જાય તો ક્યારેક કેટલીક બાબતો વ્યક્તિને એટલી પરેશાન કરી દે છે કે તે અત્યંત દુઃખી થઈ જાય છે અને આપણું શરીર દરેક ક્ષણે ઘણી વધુ પડતી પ્રતિક્રિયા આપે છે અને આ આત્યંતિક પ્રતિક્રિયા કોઈ પણ વ્યક્તિને પોતાનો જીવ લેવા માટે પણ મજબૂર કરી દે છે.

જીવનમાં ખુશીનો અભાવ
જો કે આ બધાનું કારણ જીવનમાં ખુશીનો અભાવ પણ હોય શકે છે. આત્મહત્યાનો વિચાર એટલા માટે આવે છે કારણ કે વ્યક્તિને ખુશી આપતા હોર્મોન ડોપામાઈન અને ઓક્સીટોસીન, સેરોટોનિનનું સ્તર ઘટી જાય છે અને એ કારણે વ્યક્તિ તણાવ અને હતાશા અનુભવવા લાગે છે. જો તમે આ સ્થિતિમાં રહેશો તો તમે પણ આત્મહત્યાનું પગલું ભરી શકો છો.

તેને રોકવા માટે શું કરી શકાય?
જણાવી દઈએ કે એન્ડોર્ફિન્સ નામના હોર્મોન્સ કોઈ પણ વ્યક્તિને તણાવને મુક્ત કરવામાં મદદ કરે છે. આ હોર્મોન્સ વર્કઆઉટ અથવા કસરત કરો છો ત્યારે આ રીલીઝ થાય છે. આ હોર્મોન્સ વ્યક્તિનો મૂડ યોગ્ય રાખવામાં મદદ કરે છે. આ સિવાય શરીરમાં ઓક્સીટોસિન નામના હોર્મોન્સ હોય છે જે વ્યક્તિને સુરક્ષિત અને ખુશ કે પ્રેમનો અનુભવ કરાવે છે. જ્યારે કોઈ વ્યક્તિ તેના પ્રિયજનો, માતા-પિતા, બાળકો અથવા જેને ખૂબ પ્રેમ કરે છે તેની સાથે હોઈ ત્યારે ઓક્સીટોસિન રિલીઝ થાય છે.

શાંતિવાળા હોર્મોન્સ
સેરોટોનિન નામનું હોર્મોન કોઇ પણ વ્યક્તિમાં રિલેક્સિંગ હોર્મોન છોડે છે. એટલે કે જ્યારે વ્યક્તિ સારો ખોરખ, યોગા અને સૂર્યપ્રકાશ લે છે ત્યારે સેરોટોનિન મુક્ત થાય છે. આ બધા હોર્મોન્સ શરીરમાં તણાવ અને ડિપ્રેશનને કાબૂમાં રાખવાનું કામ કરે છે. તમારે તેનો ઉપયોગ કેવી રીતે અને ક્યારે કરવો તે જાણવાની જરૂર છે. આ બધા સાથે તમે કે કોઈ પણ વ્યક્તિ તણાવ અને હતાશાથી બચી શકે છે અને એમ કરવાથી આત્મહત્યા જેવા ખરાબ વિચારો મગજમાં નથી આવતા.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow